વડોદરાની ઝીલ વ્યાસે NEET ની પરીક્ષામાં ૭૨૦ માંથી ૭૧૦ માર્ક્સ મેળવી આખા ગુજરાતમાં પહેલા નંબર સાથે માતા-પિતાનું નામ રોશન કર્યું.
આજના સમયમાં બધા જ લોકો તેમના અભ્યાસમાં વધારે ધ્યાન આપતા હોય છે અને સારા માર્કસે પાસ થઈને તેમના જીવનમાં આગળ પણ વધતા હોય છે. હાલમાં NEET ની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે.
અને તેમાં વડોદરાની એક દીકરીએ દેશમાં ૯ રેન્ક મેળવીને મોટી સિદ્ધિ હાંસલ કરીને તેના માતા-પિતાનું નામ પણ દેશભરમાં રોશન કર્યું છે.વડોદરાના તલસટ ગામમાં રહેતી ઝીલ વ્યાસ જેને હાલમાં NEET ની પરીક્ષામાં ૭૨૦ માંથી ૭૧૦ માર્ક્સ મેળવ્યા છે.
આ મોટી સફળતા મેળવવા માટે દીકરીએ દિવસ રાત જોરદાર મહેનત કરી છે. દીકરીના પિતા વિપુલભાઈ વ્યાસ MD ડોક્ટર છે અને માતા વૈશાલીબેન વ્યાસ પણ ફાર્માસિસ્ટ છે. તેથી જ દીકરીને પણ પહેલાથી ડોક્ટર બનવાનું સપનું છે.
દીકરી જયારે ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી હતી અને ત્યારે તેને સારા માર્ક્સ આવ્યા એટલે તેને મન બનાવી લીધું. ત્યારબાદ ધોરણ ૧૨ માં પણ તેને સારા માર્ક્સ આવ્યા હતા ત્યારપછી તેને એવું નક્કી કરી લીધું કે તેને MBBS બનવું છે. ત્યારથી જ મહેનત ચાલુ કરી દીધી હતી, આમ આ દીકરીએ વર્ષ ૨૦૨૨ માં નીટની પરીક્ષામાં આખા ગુજરાતમાં પ્રથમ આવીને ઇતિહાસ રચી દીધો છે.
આમ આજે દીકરીને માતા-પિતા પણ ખુબ જ ખુશ થઇ ગયા છે, દીકરીનું પહેલા આ લાઈનમાં આવવાનું મન નહતું પણ જેમ જેમાં આગળ વધતી ગઈ એમ એમ દીકરીએ તેનું મન બનાવી લીધું અને તેમાં મહેનત કરવાની ચાલુ કરી જેથી આજે તેની મહેનત સફર નીવડી અને આખા ગુજરાતમાં પ્રથમ આવીને ઇતિહસ રચી દીધો.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.