યુવકની માનેલી મનોકામના પુરી થતા યુવક મણિધર બાપુ માટે ૪ તોલા સોનાની લકી લઈને કબરાઉ ધામ આવી પહોંચ્યો તો મણિધર બાપુએ કહ્યું કે…
માં મોગલના પરચા આજે પણ દેશ વિદેશમાં અપરંપાર છે, માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના ભલભલા દુઃખો પણ દૂર થઇ જતા હોય છે. અત્યાર સુધી માં મોગલે લાખો ભક્તોના દુઃખો પળભળમાં દૂર કર્યા છે, માં મોગલ તો દયાળુ છે, માં મોગલના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી મોટી સંખ્યામાં આવતા હોય છે, કબરાઉ ધામમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે.
હાલમાં એક યુવક પોતાની માનેલી મનોકામના પૂર્ણ થતા ચાર તોલા સોનાની લકી અને ૫૧૦૦ રૂપિયા લઈને પોતાની માનતા પુરી કરવા માટે કબરાઉ આવી પહોંચ્યો હતો, ત્યારબાદ યુવકે બાપુને આવીને કહ્યું કે બાપુ મારા જીવનનું એક સૌથી મોટું કામ અટકી રહ્યું હતું, તો તે કામ પૂરું કરવા માટે મેં ઘણા પ્રયત્નો કર્યા પણ મારુ તે કામ અધૂરું જ રહ્યું હતું.
તેથી થાકીને મેં માં મોગલને યાદ કર્યા અને માનતા લીધી કે હે માં મોગલ જો મારુ આ ધારેલું કામ પૂરું થઇ જશે તો હું મણિધર બાપુને ચાર તોલા સોનાની લકી અને ૫૧૦૦ રૂપિયા ભેટ સ્વરૂપે ચડાવી જઈશ, માનતા માન્યાના થોડા જ સમયમાં આ યુવકની માનેલી મનોકામના પૂર્ણ થઇ ગઈ તો યુવક અને તેનો આખો પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો.
ત્યારબાદ યુવક તરત જ માં મોગલની માનેલી માનતા પુરી કરવા માટે કબરાઉ ધામ આવી પહોંચ્યો અને યુવકે મણિધર બાપુને સોનાની લકી આપી અને કહ્યું કે બાપુ મારી માનેલી માનતા પુરી થઇ છે તે માટે આ લકી હું તમારી માટે લાવ્યો છું,
તો બાપુ એ કહ્યું કે મારે કશું જોઇતું નથી એટલે તું આ લકી અને પૈસા તારી બેન દીકરીને આપી દેજે, માં મોગલ પર વિશ્વાસ રાખવા માત્રથી જ ભલભલા દુઃખો પર દૂર થઇ જાય છે.