ત્રણ બહેનપણીઓ એક સાથે ખુશી ખુશી ફિલ્મ જોવા માટે ઘરેથી નીકળી પણ થયું એવું કે ત્રણેય સાથે ઘરે પાછી ના આવી શકી…
માર્ગ અકસ્માતનું નામ આવતા જ બધા લોકોના રુંવાટા ઉભા થઇ જતા હોય છે કેમ કે, આવા બનાવોમાં કેટલાય લોકોના મૃત્યુ પણ થઇ જતા હોય છે. આવા બનાવો રોજે રોજ બનતા જ રહેતા હોય છે અને અમુક વખતે પુરે પુરા પરિવારો પણ ઉજડી જતા હોય છે.
હાલમાં એક એવો જ દુઃખ બનાવ ભાવનગરમાં બન્યો છે જ્યાં એક સાથે ત્રણ બહેનપણીઓને અકસ્માત નડ્યો હતો.ભાવનગરમાં રહેતી ત્રણ બહેનપણીઓ પ્રિયાંન્સી, મનાલી અને ઝરણાં આ ત્રણેય જયાપાર્વતીનું જાગરણ હોવાથી આ ત્રણેય બહેનપણીઓ એક્ટિવા લઈને પિક્ચર જોવા માટે ગયા હતા.
અને ત્યાં પિક્ચર જોઈને પાછા ઘરે આવતી હતી. એ સમયે ટોપથ્રી સર્કલ પાસે એક ટ્રકની જોરદાર ટક્કર તેમને થઇ ગઈ હતી. જેમાં ત્રણેય બહેનપણીઓને ઈજાઓ પહોંચી હતી.
એ સમયે ઝરણાં એક્ટિવા ચલાવી રહી હતી અને તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી જેથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું. જેમાં પાછળ બેસેલી બંને બહેનપણીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
બે બહેનપણીઓની સામે જ આ યુવતીઓએ આંખો મીંચી દેતા દુઃખદ માહોલ બની ગયો હતો.આ ઘટના વિષે પરિવારના લોકોને જાણ થતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ બનાવ વિષે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસે આવીને આગળની તપાસ ચાલુ કરી હતી. આજે આવા બનાવોમાં કેટલાય લોકોને તેમના જીવ ગુમાવવા પણ પડતા હોય છે.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.