આ યુવતીએ વિદેશની લાખો રૂપિયાની નોકરી છોડીને પોતાના વતન પરત આવીને દેશની સેવા કરવા માટે UPSC પરીક્ષા પાસ કરીને IPS અધિકારી બનીને ઇતિહાસ રચી દીધો. – GujjuKhabri

આ યુવતીએ વિદેશની લાખો રૂપિયાની નોકરી છોડીને પોતાના વતન પરત આવીને દેશની સેવા કરવા માટે UPSC પરીક્ષા પાસ કરીને IPS અધિકારી બનીને ઇતિહાસ રચી દીધો.

દેશમાં આપણે ઘણી મહિલાઓને આપણે જોતા હોઈએ છીએ જે પોતાના જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરતી હોય છે અને સફળતા મેળવીને આખા પરિવારનું નામ રોશન કરતી હોય છે, આજે આપણે એક તેવી જ દીકરી વિષે વાત કરીશું, આ દીકરી હરિયાણાની રહેવાસી હતી, આ દીકરીનું નામ પૂજા યાદવ હતું, પૂજાને નાનપણથી જ અભ્યાસમાં ખુબ હોશિયાર હતી.

પરંતુ પૂજાના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી એટલે પૂજાએ શાળાનો અભ્યાસ પૂરો કરીને નોકરી કરવાની શરૂ કરી હતી, પૂજા નોકરીની સાથે સાથે બાળકોને ઘરે ટ્યુશન આપવાનું કામ કરતી હતી, ત્યારબાદ પૂજાએ કેનેડા જવાનું નક્કી કર્યું અને ત્યાં જઈને થોડા વર્ષો સુધી કામ કર્યું અને તે પછી પૂજા જર્મની શિફ્ટ થઈ ગઈ અને ત્યાં કામ કરવા લાગી હતી.

પૂજા જર્મનીમાં તેનું જીવન ખૂબ જ સુખેથી જીવી રહી હતી પણ એક દિવસ પૂજાને વિચાર આવ્યો કે દેશમાં જઈને સેવાનું કામ કરવું છે, ત્યાર પછી પૂજા પોતાના દેશમાં પરત આવી ગઈ અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરવાની શરૂ કરી, પૂજા તેના જીવનમાં આગળ વધીને દેશની સેવા કરવા માંગતી હતી એટલે પૂજાએ યુપીએસસી પરીક્ષાની તૈયારી સખત મહેનત સાથે કરવાની શરૂ કરી.

ત્યારબાદ પણ પૂજા પહેલા પ્રયાસમાં અસફળ રહી તો પણ જીવનમાં આગળ વધવા માટે તૈયારી કરવાની શરૂ રાખી અને સખત મહેનત સાથે બીજા પ્રયાસમાં યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઈપીએસ અધિકારી બનીને આખા પરિવારનું નામ ગર્વથી રોશન કર્યું, પૂજાએ દિવસ રાત અથાગ મહેનત કરીને યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઈપીએસ અધિકારી બનીને દેશનું ગૌરવ વધાર્યું.