આ શિક્ષકે બાળકો માટે કર્યું એવું કામ કે આજે ચારેબાજુ આ શિક્ષકના વખાણ થઇ રહ્યા છે…..
ઘણા લોકોને આપણે જોતા હોઈએ છીએ જે તેમનું આખું જીવન સેવા પાછળ જ સમર્પિત કરી દેતા હોય છે, આજે આપણે એક તેવા જ શિક્ષક વિષે વાત કરીશું, આ શિક્ષકે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે એવું કામ કર્યું હતું કે ચારેય કોરે આ શિક્ષકની ચર્ચા થઇ રહી હતી, આ શિક્ષકે આખા ગામને જ શાળા બનાવી દીધી હતી, આ શિક્ષકે ગામની દરેક દીવાલ પર પેટિંગ કરાવી દીધી હતી.
આ શિક્ષક મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના ધરમપૂર ગામના બાળકોને અભ્યાસ કરાવીને તેમનું ભવિષ્ય સુધારવાનું કામ કરી રહ્યા હતા, આ શિક્ષકનું નામ દિનેશ મિશ્રા હતું, દિનેશ મિશ્રાએ આ ગામના ગરીબ
અને જરૂરિયાતમંદ બાળકોનું ભવિષ્ય સુધારવા માટે અનોખી પહેલ શરૂ કરી હતી, દિનેશ મિશ્રાએ ગામના બાળકોને શિક્ષિત કરાવવા માટે ગામની દીવાલો પર શિક્ષણના ચિત્રો દોર્યા હતા.
દિનેશ મિશ્રાએ ગામની દીવાલો પર જે શિક્ષણના ચિત્રો દોર્યા હતા તેમાં ધોરણ એક થી પાંચ સુધીના બધા જ અભ્યાસનો સમાવેશ થતો હતો, આ ગામમાં રહેતા દરેક પરિવારના લોકો તેમનું જીવન ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને જીવી રહ્યા હતા એટલે તે જોઈને દિનેશ મિશ્રાએ ગામના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે આ અનોખી પહેલ શરૂ કરી હતી.
દિનેશ મિશ્રાએ ગામના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે ગામના લોકો પાસે ગામની દીવાલો દાનમાં માંગી અને દિનેશ મિશ્રાએ પોતાના ખર્ચે દીવાલો પર અભ્યાસને લગતા ચિત્રો દોરાવીને ગામના ગરીબ
અને જરૂરિયાતમંદ બાળકોનું ભવિષ્ય સુધારવાનું કામ કરી રહ્યા હતા, ગામની દરેક દીવાલો ગામના બાળકોને કઈંકના કઈંક શીખવી રહી હતી, તેથી ગામના દરેક લોકો આ શિક્ષકની કામગીરી બદલ તેમના વખાણ કરી રહ્યા હતા.