વડોદરાની આ દીકરીએ NEET ની પરીક્ષામાં દેશમાં નવમો નંબર મેળવીને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું. – GujjuKhabri

વડોદરાની આ દીકરીએ NEET ની પરીક્ષામાં દેશમાં નવમો નંબર મેળવીને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું.

ગુજરાતમાં આપણે ઘણા વિધાર્થીઓને જોતા હોઈએ છીએ જે પોતાના જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરતા હોય છે અને સફળતા મેળવીને પરિવારનું નામ રોશન કરતા હોય છે, ગઈ કાલના રોજ જ NEET UG ૨૦૨૨ ની ફાઇનલ પરીક્ષાની આન્સર કી અને પરિણામ જાહેર થયું હતું, પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ૩૧ ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી હતી.

આ પરીક્ષામાં ઘણા વિધાર્થીઓએ સારા માર્ક્સ મેળવીને પરિવારનું નામ પણ ગર્વથી રોશન કર્યું હતું, NEET ની પરીક્ષા આ વર્ષે ૧૫.૯૭ લાખ ઉમેદવારોએ આપી હતી તેમાં ટોપ ૫૦ વિધાર્થીઓમાં ગુજરાતના પાંચ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું, તેમાં ગુજરાતની ઝીલ વ્યાસે દેશમાં નવમો નંબર મેળવીને ગુજરાતનો ડંકો દેશભરમાં વગાડ્યો હતો.

આ પરીક્ષા ૧૭ જુલાઈના રોજ લેવામાં આવી હતી અને તેનું પરિણામ ગઈ કાલના રોજ જાહેર થયું હતું, તેમાં ગુજરાતના પાંચ વિધાર્થીઓએ ટોપ ૫૦ માં નામ રોશન કરીને આખા ગુજરાતનું નામ ગર્વથી રોશન કર્યું હતું, વડોદરાની ઝીલએ દેશમાં નવમો નંબર મેળવીને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું હતું, નીટની પરીક્ષા કુલ ૭૨૦ માર્ક્સની લેવામાં આવે છે.

તેમાંથી વડોદરાની ઝીલ વ્યાસે ૯૯.૯૯ પર્સેન્ટાઇલ રેન્ક મેળવીને આખા વડોદરા શહેરનું નામ રોશન કર્યું હતું, નીટની પરીક્ષામાં કુલ ૯.૯૩ લાખ વિધાર્થીઓ પાસ થયા હતા તેમાંથી ઝીલએ નવમો નંબર મેળવીને દેશભરમાં ગુજરાતનો ડંકો વગાડ્યો હતો.