૮ મહિનાના દીકરાને માતાપિતા કામ પર સાથે લઇ ગયા હતા અને થયું એવું કે આ દીકરો માતાપિતાની સામે જ દુનિયાને અલવિદા કહી ગયો.
હાલના ચાલી રહેલા સમયમાં ઘણા અવનવા કિસ્સાઓ બનતા હોય છે, ઘણા કિસ્સાઓ તો એવા બનતા હોય છે કે તે જાણીને દરેક લોકો દુઃખી થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો સામે આવ્યો હતો, આ કિસ્સો ૭ જુલાઈના રોજ બન્યો હતો, આ ઘટનામાં આઠ મહિનાના એકના એક દીકરાનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં અરેહાટી સર્જાઈ ગઈ હતી.
આ ઘટના બન્યા બાદ આખા ગામના લોકો ચોકી ઉઠ્યા હતા, દીકરાના મૃત્યુ બાદ તેમના માતાપિતા પણ ખુબ જ દુઃખી થઇ ગયા હતા અને જાણે પરિવારમાં આભ ફાટી પડ્યું હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું, આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ અને બધી તપાસ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી.
આ બનાવ વિષે વધુ જાણકારી મળતા જાણવા મળ્યું હતું કે આ ઘટના સીકર જિલ્લામાંથી સામે આવ્યો હતો, સીકર જિલ્લાના કંવરપુરા રોડ પર આવેલા ઇચ્છાપૂર્ણ બાલાજી મંદિરની સામે પ્લાન્ટનો પાયો ખોદતી વખતે આ અકસ્માત સર્જાઈ ગયો હતો. આઠ મહિનાનો આ દીકરો સમીર તેના માતા-પિતા સાથે હતો. સમીરના માતા-પિતા બાલાજી મંદિરની સામે એક પ્લોટનો પાયો ખોદતા હતા.
તે સમયે ત્યાં બીજા લોકો પણ હાજર હતા, અંદાજે ચાર વાગ્યા પછી સમીર ત્યાં રમી રહ્યો હતો અને અચાનક જ નજીકની દિવાલ ધરાશાયી થઈ ગઈ તો સમીર તેના માતાપિતાની સામે જ દિવાલ નીચે દટાઈ જવાથી જ તેનું મૃત્યુ થઇ ગયું હતું,
આ દીકરાના મૃત્યુ બાદ આખા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી અને પરિવારના દરેક લોકો દીકરાને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા, આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ અને બધી તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.