આ મહિલાના જજબાને સલામ છે, તેઓએ રણમાં દાડમની ખેતી કરીને તેમાંથી દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે….. – GujjuKhabri

આ મહિલાના જજબાને સલામ છે, તેઓએ રણમાં દાડમની ખેતી કરીને તેમાંથી દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે…..

દરેક લોકોએ પેલી કહેવતને તો સાંભળી જ હશે કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો, આજે આ કહેવતને આ મહિલાએ સાબિત કરીને બતાવી હતી, આ મહિલાએ રાજસ્થાનના રણમાં દાડમના છોડ ઉગાડ્યા હતા, આ મહિલાનું નામ સંતોષ દેવી ખેદર હતું, જે ખેતરમાં દૂર દૂર સુધી પાણી દેખાતું ન હતું તે જગ્યા પર સંતોષ દેવીએ દાડમ જેવા છોડની ખેતી કરી હતી.

સંતોષ દેવી દાડમની ખેતી કરીને અનેક લોકો માટે ઉદાહરણરૂપ સાબિત થયા હતા, સંતોષ દેવી આ ખેતીમાંથી દર વર્ષે ત્રીસ લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા હતા, હાલમાં ઘણા લોકો તેમના ખેતરમાં અવનવી પદ્ધતિઓથી ખેતી કરી રહ્યા હતા અને તેમાંથી ઘણી સારી કમાણી થતી હતી એટલે ઘણા લોકો નોકરીઓ છોડીને ખેતી તરફ આગળ વધ્યા હતા.

રાજસ્થાનના સંતોષ દેવીએ પણ રાજસ્થાનના રણમાં ઓર્ગેનિક ખેતી કરીને તેમાંથી ઘણી સારી કમાણી કરીને એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, સંતોષ દેવીના પિતા પોલીસમાં નોકરી કરતા હતા અને તેમની પાસે વિસ વીઘા જમીન હતી, સંતોષ દેવીને નાનપણથી જ ખેતી પ્રત્યે ખુબ જ વધારે લગાવ હતો એટલે દસમા ધોરણ સુધી અભ્યાસ કરીને આગળ ભણવાનું બંધ કરી દીધું.

ત્યારબાદ સંતોષ દેવીએ ખેતી વિશે અલગ અલગ માહિતી લઈને વર્ષ ૨૦૦૮ થી ખેતી કરવાની શરૂ કરી હતી, સંતોષ દેવીના પતિ રામચરણ ખેદર હોમગાર્ડ તરીકે નોકરી કરતા હતા, સંતોષ દેવીના પતિ જ્યાં નોકરી કરતા હતા ત્યાં દાડમના ઘણા છોડ હતા

એટલે પતિ-પત્નીએ સાથે મળીને દાડમની ખેતી કરવાનું નક્કી કર્યું હતું, આ ખેતી કરવા માટે આ દંપતીએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને રણમાં દાડમની ખેતી કરીને તેમાંથી આજે દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા.