સલામ છે ખજુરભાઈની દાતારીને, વરસાદમાં આ મહિલાને ઘણી તકલીફ પડતી હતી તે વાતની જાણ ખજુરભાઈને થઇ તો તરત જ મહિલાના ભાઈ બનીને મદદ માટે પહોંચ્યા…
દરેક લોકો ખજુરભાઈનું નામ સાંભળતાની સાથે જ ખુબ ખુશ થઇ જતા હોય છે, ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવતા મહેકાવી છે, ખજુરભાઈએ અત્યાર સુધી છેલ્લા બે વર્ષમાં હજારો કરતા પણ વધારે લોકો માટે દેવદૂત બન્યા હતા, જે સમયે સૌરાષ્ટ્રની ધરતી પર વાવાઝોડું આવ્યું તે સમયે ખજુરભાઈ ત્યાંના લોકોની સ્થિતિ જાણવા માટે પહોંચી ગયા હતા.
ત્યાં જઈને ખજુરભાઈએ લોકોની સમસ્યાઓ જોઈને ત્યાં જ રોકાઈને લોકોની સેવા કરવાનું નક્કી કર્યું હતું, અત્યાર સુધી ખજુરભાઈએ બસો કરતા પણ વધારે નવા ઘર બનાવી આપીને ગરીબ લોકોને રહેવા માટે આશરો આપ્યો હતો, જયારે પણ ખજુરભાઈને ખબર પડે કે આ મહિલા કે પુરુષ દુઃખી છે તો તરત જ ખજુરભાઈ મદદ માટે પહોંચી જાય છે.
હાલમાં ખજુરભાઈ વલસાડમાં રહેતા વર્ષાબેનની મદદ માટે જઈ રહ્યા હતા, વર્ષાબેનના પતિ છેલ્લા ત્રણ વર્ષથી પેરાલીસીસની બીમારીથી પીડાઈ રહ્યા છે અને વરસાદના કારણે તેમનું ઘર પડી ગયું હતું એટલે ખજુરભાઈ હાલમાં આ પરિવારની મદદ માટે આવી પહોંચ્યા હતા, વર્ષાબેન અને તેમના પતિ છેલ્લા ત્રણ વર્ષથી પરેશાન થઇ રહ્યા છે.
વરસાદના કારણે ઘર પડી ગયું છે એટલે તેમને નવું ઘર બનાવવું છે એટલે ખજુરભાઈ બે દિવસમાં વર્ષાબેનને નવું ઘર બનાવી આપીને રહેવા માટે આશરો આપશે, આથી ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને તેમની માટે દેવદૂત બન્યા છે, ખજુરભાઈએ અત્યાર સુધી તેમના ખિસ્સાના કરોડો રૂપિયા વાપરીને ગરીબ લોકોની મદદ કરીને તેમના દિલ જીતી લીધા છે.