કેલાલ જાદુગરે પ્રમુખસ્વામી મહારાજને આપેલા આ એક વચન માટે તેમને મળેલી 50 લાખ રૂપિયાની ઑફર પણ ફગાવી દીધી હતી….. – GujjuKhabri

કેલાલ જાદુગરે પ્રમુખસ્વામી મહારાજને આપેલા આ એક વચન માટે તેમને મળેલી 50 લાખ રૂપિયાની ઑફર પણ ફગાવી દીધી હતી…..

આજે આપણે પ્રમુખસ્વામી મહારાજ અને કે.લાલ જાદુગરના એક અનોખા પ્રસંગ વિષે વાત કરીશું.સૌ જાણે છે કે પ્રમુખ સ્વામીએ અનેક વ્યક્તિઓના જીવન બદલી નાખ્યા છે.આ હરોળમાં જાદુની દુનિયામાં મોખરે નામ ધરાવતા જાદુગર કે.લાલ પણ છે જેમનું પ્રમુખ સ્વામીએ જીવન બદલી નાખ્યું હતું.આ કિસ્સો કે.લાલ જાદુગરએ પોતાના મુખે જ જણાવ્યો હતો.

જાદુગર કે.લાલે જણાવતા કહ્યું કે મને એક ગુટકા બનાવતી કંપનીએ ફક્ત 11 સેકન્ડની એડ માટે પ્રસ્તાવ મુક્યો હતો અને આં એડ કરવા કંપની મને 25 લાખ રૂપિયા પણ આપતી હતી.પરંતુ મેં આ એડ કરવાની ના પડી દીધી હતી.જો કે ફરીથી કંપનીના એક મોટા અધિકારીએ મને કહ્યું કે અમે તમને આ એડ કરવાના પચાસ લાખ રૂપિયા આપીશું.

તો પણ મેં આ એડ કરવાની ના પાડી દીધી તો કંપનીના લોકોએ મને એડ ન કરવાનું કારણ પૂછ્યું અને જણાવ્યું કે કોઈ વાત હોય તો જણાવો જેથી આપણે મળીને તેનું નિરાકરણ લાવીએ.તો કે.લાલ જાદુગરે કહ્યું કે આનું કોઈ નિરાકરણ કોઈ નથી.તો કંપનીના લોકોએ પૂછ્યું કે એવું તો શું કારણ છે તો કે.લાલે કહ્યું કે હું એકવાર શો કરવા માટે આણંદમાં ગયો હતો.

ત્યારે મને ખબર પડી કે પ્રમુખસ્વામી મહારાજ પણ ત્યાં જ છે.તો હું ત્યારે તેમને મળવા ગયો હતો.ત્યારે મેં તેમને મારો શૉ જોવા આવવા માટે ખુબજ વિનતી કરી હતી.

કારણ કે મારુ સપનું હતું કે પ્રમુખસ્વામી એકવાર મારો શો જોવા માટે પધારે અને હું આ મોકો કોઈ પણભોગે હાથથી જવા દેવા નહતો માંગતો.મારી વિનતી પર તે મારો શો જોવા આવવા માટે સંમત થઇ ગયા અને એટલું જ નહિ તેમને મારો શો સારો લાગ્યો.ત્યારે તેમને મને જતા જતા કહ્યું કે તમારો શો જોવા માટે હજારો લોકો આવે છે.

તો તમે તમારા શો માં લોકોને વ્યસન મુક્તિ તરફ પ્રેરો તો સારું રહેશે.તો કે.લાલ જાદુગરે કહ્યું કે આ મારૂ માટે સદભાગ્ય કહેવાય અને જો હું તમારી આ એડ કરું તો મેં પ્રમુખસ્વામી મહારાજને આપેલા વચનમાં ખોટો પડીશ માટે હું આ એડ નહિ કરી શકું.

વિશ્વના મહાન જાદુગરોમાં જેમનું નામ લેવાય તેવા ગુજરાતના જાદુગર કે લાલને દરેક લોકો ઓળખે છે..તેઓ ગુજરાતી હોવાને નાતે ગુજરાતનું ગૌરવ સમાન છે.તેમણે તેમની કારકિર્દીની શરૂઆત સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ પાસેના વંથલી ગામે 16 વર્ષની કિશોરવયે સૌ પ્રથમ જાદુનો ખેલ કરીને કરી હતી.કે. લાલનું મૂળ નામ કાંતિલાલ અને પિતાનું નામ ગિરધરલાલ વોરા હતું, તેઓનો જન્મ અમરેલી જિલ્લાના બગસરા ગામમાં થયો હતો.