બાળપણમાં પિતાનું મૃત્યુ થઇ ગયું તો માતાએ અથાગ મહેનત કરીને દીકરાને ભણાવ્યો તો દીકરાએ પણ CA બનીને માતાની મહેનતને સાચી સાર્થક કરી.. – GujjuKhabri

બાળપણમાં પિતાનું મૃત્યુ થઇ ગયું તો માતાએ અથાગ મહેનત કરીને દીકરાને ભણાવ્યો તો દીકરાએ પણ CA બનીને માતાની મહેનતને સાચી સાર્થક કરી..

ગઈકલે CA નું પરિણામ જાહેર થતા તેમાં ઘણા યુવક યુવતીઓ એ સારી પ્રદર્શન કરીને પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે. ત્યારે મૂળ રાજસ્થનાના અને હાલ મુંબઈમાં સ્થાઈ થયેલા મીતે CA માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને બધા જ લોકોને ચોંકાવી દીધા છે.

મીતે કહ્યું કે તે જયારે નાનો હતો ત્યારે તેના પિતાનું મૃત્યુ થૈ ગયું હતું અને ત્યારથી જ તેની માતા અને બહેન તેને મોટો કર્યો છે. મીતે પોતાની બહેન પાસેથી પ્રેરણા લઈને CA બનાવનું નક્કી કર્યું હતું.

CA બની સારું કરિયર બનાવીને તે પોતના પરિવારનો સહારો બની શકે છે. મીતે કહ્યું કે તેની માતાએ તેમને મોટા કરવા માટે ખૂબજ મહેનત મજૂરી કરી છે. માટે મેં બાળપણમાં નક્કી કરી દીધું હતું કે તે સફળ થઈને પોતાની માતાનું નામ રોશન કરશે.

તેની બહેન પણ આજે અમેરિકામાં સ્થાઈ છે. પોતાની બહેનથી પ્રેરણા લઈને તેને નક્કી કર્યું કે તે CA કરશે અને પોતાની કોલેજની સાથે સાથે જ CA ની તૈયારી શરૂ કરી હતી.પોતાનું CA બનવાનું સપનું પૂરું કરવા માટે મીતે દિવસ રાત એક કરી દીધી અને કુલ ૮૦૦ ગુણ માંથી ૬૪૨ ગુણ મેળવીને આખા દેશમાં પ્રથમ સ્થાન પાર્પ્ત કર્યું છે.

જયારે માતા અને બહેનને જયારે આ વાતની જાણ થઇ તો માતા અને બહેનની આંખોમાં આંસુ આવી આજ્ઞા હતા. આખરે મીતે પોતાનું CA બની પોતાના સ્વર્ગસ્થ પિતાના માનમાં વધારો કર્યો અને માતાની મહેનતને પણ સાચી સાર્થક કરી.

આજે માતા પણ પોતાના દીકરાની સફળતાથી ખુબજ ખુશ છે. મીતે પોતાના આગળમાં ભાવીશુ વિષે વાત કરતા જણાવ્યું હતું કે તેને હજુ નક્કી નથી કર્યું કે તે કઈ કંપનીમાં જોડાશે પણ આજે તેની પાસે ઘણા બધા વિક્લપો છે. તેને જે યોગ્ય લાગશે તે તેમાં જોડાશે. મીતે સાબિત કરી દીધુ કે જો મનમાં ચાહત હોય તો કોઈપણ મુકામ હાસિલ કરી શકાય છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *