NRIના ખોવાઈ ગયેલ 25 લાખ રુપિયાથી ભરેલ બેગ આ દીકરીને મળતા,NRIને પરત કરી,આખા ગુજરાતમાં દીકરીની વાહ વાહ થઈ રહી…. – GujjuKhabri

NRIના ખોવાઈ ગયેલ 25 લાખ રુપિયાથી ભરેલ બેગ આ દીકરીને મળતા,NRIને પરત કરી,આખા ગુજરાતમાં દીકરીની વાહ વાહ થઈ રહી….

કહેવાય છે ને ઈમાનદારી એક એવો મોઘો શોખ છે જે દરેક વ્યક્તિ રાખી શકતો નથી.હાલની લાલચભરી દુનિયામાં પૈસા અને સંપત્તિ માટે લોકો ગમે તેવું પગલું ભરવા તૈયાર થઇ જાય છે.તમે જોયું હશે કે કોઇને 500 રૂપિયા પણ મળે તો તે ખીચામાં મૂકી ચાલતો બને છે.પણ આવામાં તમને એવું કહેવામાં આવે કે પડી ગયેલા 25 લાખ રૂપિયા મુળ માલીકને પરત આપ્યા છે તો કદાચ તમે વિશ્વાસ નહી કરો.

પરતું આ વાત ખરેખર સાચી છે.તાજેતરમાં પેટલાદ તાલુકાની એક વિદ્યાર્થીનીએ પ્રામાણિકતાનું એવું ઉદાહરણ બેસાડ્યું છે કે લોકો તેની વાહ વાહ કરતા થાકતા નથી.તમને જણાવી દઈએ કે હુમા વ્હોરા નામની વિદ્યાર્થીની પાણીપુરી ખાવા ગઈ હતી.આ દરમિયાન તેને 25 લાખ ભરેલું પર્સ મળ્યું હતું.જે તેણે ભારે જહેમત બાદ મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ બેસાડ્યું છે.

સામાન્ય પરિવારમાંથી આવતી પુત્રી હુમા વ્હોરા પેટલાદ શહેરના કાલકા ગેટ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે.તેના પિતા ફિરોજ ભાઈ વ્હોરા ગેરેજનું કામકાજ કરે છે.હુમા વ્હોરા 18 વર્ષની છે અને તે હાલ અભ્યાસ કરે છે.તે પાણીપુરી ખાવા માટે લારી પર ગઈ હતી.અહીં તેને એક પર્સ મળી આવ્યુ હતું.

હુમા આ પર્સ લઈને પોતાના ઘરે પહોંચી અને માતાપિતાને સમગ્ર વાત જણાવી.પર્સ ખોલીને જોયુ તો તેમાં ડોલર,રોકડા પૈસા,ક્રેડિટ કાર્ડ સહિત મહત્વના ડોક્યુમેન્ટ્સ હતા.સુત્રો મુજબ પર્સમાં 25 લાખ રુપિયા હતા.આટલી મોટી રકમ જોઈને ભલભલાના મનમાં લાલચ આવી જાય, પરંતુ હુમા અને તેના પરિવારે તરત જ પર્સના માલિકને શોધવાના પ્રયત્નો શરુ કરી દીધા હતા.

ઘણી જહેમત બાદ પરિવારજનોએ સોશીયલ મીડિયાનો સહારો લીધો અને મુળ માલીકને શોધવાની કોશિશ કરી હતી અને તેઓને સફળતા મળી હતી.તમને જણાવીએ કે આ પર્સ જતીન આર પટેલ નામના એનઆરઆઈનું હતું.તો તેમને પર્સ પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ બેસાડ્યું.