કડુકા ગામે હાજરા હજુર છે ખેતલા આપા, મંદિરમાં આવતા ભકતોને આજે પણ સાક્ષાત દર્શન આપે છે.

મિત્રો આપણા ગુજરાતમાં ઘણીં જગ્યાએ પવિત્ર મંદિરો આવેલા છે. જ્યાં જઈને એવી અનુભૂતિ થાય છે કે અહીં સાક્ષાત ભગવાન અહીં બિરાજમાન હોય. આજે અમે તમને ગુજરાતના એક એવા જ યાત્રા ધામ વિષે જણાવીશું.

આજે અમે તમને કડુકા ગામે આવેલા ખેતલા આપા ધામ વિષે જણાવીશું કે જ્યાં આજે પણ મંદિરમાં ખેતલા આપા સાક્ષાત બિરાજમાન છે.મંદિરમાં આવતા ભકતોને આજે પણ ખેતલા આપાના દર્શન જરૂરથી થાય છે.

ખેતલા આપાનું આ મંદિર જશદણ તાલુકાના કડુકા ગામે છે. આ નાના એવા ગામમાં ખેતલા આપાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં મોટી સંખ્યામાં તમને સાપ જોવા મળી જશે પણ આજ સુધીનો રેકોડ છે કે એક પણ સાપ કોઈને કરડ્યો નથી.

આ ખેતલા આપા દાદાનો સાક્ષાત પરચો ગણાવી શકાય છે.ખેતલા આપા દાદાએ કડુકા ગામના એક ભુવાજીના સપનામાં આવીને સાક્ષાત પરચો આપ્યો હતો. એના પછી અહીં દાદાનું ભવ્ય સ્વરૂપ બનાવવાઆ આવ્યું હતું.

અહીં મંદિરમાં તમે દર્શન કરવા માટે જશો. ત્યારે તેમને ગણા ખેતલા આપા જોવા મળી જશે. ત્યાં દર્શન માત્રથી જ ભકતોના દુઃખ દૂર થઇ જાય છે.સાચા દિલથી જો ખેતલા આપાના દર્શન કરીને માનતા માનવામાં આવે તો તેમની મનોકામના જરૂરી પુરી થાય છે.

આજે આખા ગુજરાતમાંથી લોકો ખેતલા આપાના દર્શન કરવા માટે આવે છે. અમે પોતાની ઇચ્છિત મનોકામના માંગીને જાય છે. ભકતો પોતાની મનોકામના પૂર્ણ થવા પર મંદિરમાં ચાંદીના નાના ખેતલા આપા ભેટ સ્વરૂપે ચઢાવે છે.

Similar Posts