|

દેવાયત ખવડના ડાયરાના કાર્યક્રમમાં કમાભાઈએ મારી એવી જોરદાર એન્ટ્રી કે કાર્યક્રમમાં હાજર લોકોએ ઉભા થઈને મન મૂકીને કમાભાઈ પર નોટોનો વરસાદ કર્યો…

દરેક લોકો આપણે જાણીએ જ છીએ કે ગુજરાતની ધરતીને પવિત્ર ધરતી ગણવામાં આવે છે, તેથી ગુજરાતની ધરતી પર સંતવાણીના અને ડાયરા જેવા ઘણા કાર્યક્રમો જોવા મળતા હોય છે, આજે આપણે એક તેવા જ ડાયરાના કાર્યક્રમની વાત કરીશું, આ ડાયરાના કાર્યક્રમમાં કમાભાઈએ એવી એન્ટ્રી મારી હતી કે દરેક લોકો કમાભાઈને જોતા જ રહી ગયા હતા.

ડાયરાના દરેક કાર્યક્રમમાં કમાભાઈ હાલમાં હાજર રહેતા હોય છે અને દરેક લોકો તેમને હજારો રૂપિયા આપતા હોય છે, હાલમાં એક તેવા જ ડાયરાના કાર્યક્રમનું આયોજન ગણપતપુરામાં કરવામાં આવ્યું હતું, ગણપતપુરામાં ગણેશ મહોત્સવના પર્વ નિમિતે ડાયરાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, આ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ આવ્યા હતા.

તે ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડે કમાભાઈને પણ બોલાવ્યા હતા, કમાભાઈ મૂળ કોઠારીયા ગામના રહેવાસી હતા, કમાભાઈ જે કાર્યક્રમમાં જાય છે તે દરેક કાર્યક્રમમાં ડાન્સ કરીને કાર્યક્રમમાં હાજર દરેક લોકોને ખુશ કરતા હોય છે, કાર્યક્રમમાં હાજર બધા લોકો ઉભા થઈને કમાભાઈ પર નોટોનો વરસાદ કરતા હોય છે, હાલમાં કમાભાઈ જે કાર્યક્રમમાં ગયા હતા.

તે ડાયરાના કાર્યક્રમમાં કમાભાઈને અગિયાર હજાર રૂપિયા આપ્યા હતા, કમાભાઈ પાસે જે પૈસા આવે છે તે પૈસા તે તેમની પાસે નથી રાખતા, તે બધા જ પૈસા કમાભાઈ ગૌશાળામાં દાન કરી દેતા હોય છે,

આ ડાયરાના કાર્યક્રમમાં કમાભાઈને શાલ ઓઢાડીને તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, ડાયરાના કાર્યક્રમમાં હાજર લોકો કમાભાઈને જોઈને ખુબ જ ખુશ થઇ જાય છે, કમાભાઈના ડાન્સને જોવા માટે લોકો મોટી સંખ્યામાં અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે.

Similar Posts