રાજકોટના આ પરિવારમાં એક જ દિવસે દાદી અને પૌત્રએ અંતિમ શ્વાસ લીધા તો આખા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ. – GujjuKhabri

રાજકોટના આ પરિવારમાં એક જ દિવસે દાદી અને પૌત્રએ અંતિમ શ્વાસ લીધા તો આખા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ.

હાલમાં ઘણા અવનવા કિસ્સાઓ જોવા મળતા હોય છે, ઘણા કિસ્સાઓ તો એવા બનતા હોય છે કે તે જાણીને દરેક લોકો દુઃખી થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ૬૭ વર્ષના વૃદ્ધ દાદીના મૃત્યુ બાદ સાંજના સમયે નવ વર્ષના પૌત્રનું પણ મૃત્યુ થઇ ગયું હતું.

એક જ પરિવારમાંથી એકસાથે બે લોકોના મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી અને જાણે આખા ગામમાં શોકનો માહોલ સર્જાઈ ગયો હોય તેવું દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયું હતું, આ બનાવ ની વધારે માહિતી મળતા જાણવા મળ્યું હતું કે વૃદ્ધ મહિલાને મલેરિયા નામની બીમારી થઇ હતી એટલે તેમની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી.

નવ વર્ષના પૌત્રને પણ તાવ આવ્યો હતો એટલે તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પણ તેનું પણ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું હતું અને વૃદ્ધ દાદીનું પણ મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો, આ પરિવાર જંગલેશ્વર વિસ્તારમાં શેરી નંબર એકમાં રહેતો હતો, આ પરિવારમાં રહેતા ઉષાબેન પીઠડિયાને છેલ્લા ઘણા દિવસથી તાવ આવતો હતો.

તેથી તેમને સારવાર માટે ગુંદાવાડી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પણ ત્યાં સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં શોકના વાદળો છવાઈ ગયા હતા, એક જ પરિવારમાંથી બે લોકોના મૃત્યુ થઇ જતા તેમના મૃતદેહોને જોઈને આખું ગામ હીબકે ચડ્યું હતું.