મહેસાણાના પાંચોટમાં ગણેશવિસર્જન દરમિયાન યુવકે પોતાનો જીવ ગુમાવતા આખા ગામમાં શોકનું મોજું ફળી વળ્યું… – GujjuKhabri

મહેસાણાના પાંચોટમાં ગણેશવિસર્જન દરમિયાન યુવકે પોતાનો જીવ ગુમાવતા આખા ગામમાં શોકનું મોજું ફળી વળ્યું…

અમુકવાર એવી ઘટનાઓ ઘટી જતી હોય છે કે જેનાથી આખા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે અને ખુશીનો પ્રસંગ દુઃખમાં ફેરવાઈ જતો હોય છે. આવી જ એક ઘટના મહેસાણાના પાંચોટથી સામે આવી છે. જ્યાં ગણપતિ વિસર્જન દરમિયાન એક યુવકનું મૃત્યુ થઇ જતા આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો.

ગઈકાલે ગણેશોષત્વનો ૫ મોં દિવસ હોવાથી. ઘણા લોકોએ દાદાનું વિર્સજન કર્યું હતું.દાદાનું વિસર્જન યાત્રા ધૂમધામથી કાઢવામાં આવે છે. યુવક વિજયજી પણ પોતાના ગામમાં ગણપતિ દાદાનું વિસર્જન હોવાથી તે મહેસાણામાં આવેલા પાંચોટ તળાવમાં દાદાની વિસર્જન કરવા માટે ગયા હતા.

મૃતિનું વિસર્જન કરતા કરતા વિજયજી પાણીમાં પડી ગયા અને તળાવનું પાણી ઊંડું હોવાથી તેમનું તેમાં ડૂબી જવાથી મૃત્યુ થઇ ગયું હતું.તેમના મૃત્યુના સમાચાર સાંભળીએ બધા જ લોકો દુઃખમાં ઘરકાવ થઇ ગયા હતા.

તરત જ પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી. જયારે વિજયજીના પરિવારને તેમાં મૃત્યુની જાણ થઇ તો તે આખો પરિવાર શોકમાં ઘરકાવ થઇ ગયો હતો. વિજયજીની ઉંમર હજુ તો માત્ર ૨૩ વર્ષ જ હતી. તેમના બે નાના નાના બાળકો પણ છે.

આ ઘટનામાં બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી ડેટ આખા ગામમાં શોકનું મોજું ફળી વળ્યું છે. ગામમાં એક બાજુ ગણપતિ દાદાના વિસર્જનની ઉજવણી ચાલી રહી હતી અને આ ઘટના બનતા આજે આખા ગામ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. દીકરો નાના બાળકોને છોડીને ચાલ્યો ગયો.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.