અમદાવાદમાં શ્રી લીલા લીમડાવાળા મેલડી માતા હાજરા હજુર બિરાજમાન છે, મેલડી માતાના દર્શન માત્રથી જ ભક્તોની માનેલી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. – GujjuKhabri

અમદાવાદમાં શ્રી લીલા લીમડાવાળા મેલડી માતા હાજરા હજુર બિરાજમાન છે, મેલડી માતાના દર્શન માત્રથી જ ભક્તોની માનેલી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ગુજરાતમાં મિત્રો ઘણા બધા મેલડી માતાના નાના મોટા મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે, આજે આપણે એક તેવા જ મેલડી માતાના મંદિર વિષે વાત કરીશું, મેલડી માતાનું આ મંદિર અમદાવાદમાં આવેલું છે, આ મંદિરમાં આજે પણ મેલડી માતા હાજરા હજુર બિરાજમાન છે.

આ મંદિરને શ્રી લીલા લીમડાવાળી મેલડી માં અને હાઇકોર્ટ વાળા મેલડી માતાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, મેલડી માતાનું આ મંદિર અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલું છે, આ મંદિરમાં ભક્તો મેલડી માતાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે અને દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરતા હોય છે.

દરેક ભક્તોને મેલડીમાં માં અનેરી આસ્થા રહેલી છે તેથી મેલડી માં ના આર્શીવાદ લેવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે, આ મંદિર વિષે વાત કરીએ તો આજથી ત્રીસ વર્ષ પહેલા આ જગ્યા પર ઈંટોનું નાનું એવું મંદિર આવેલું હતું, મેલડી માં સાક્ષાત બિરાજમાન હતા એટલે ભક્તો હજારોની સંખ્યામાં મેલડી માતાના દર્શન કરવા આવતા હતા.

ત્યારબાદ મેલડી માતાનું મોટું મંદિર બનાવવામાં આવ્યું હતું, આ મંદિરમાં ભક્તો રવિવાર અને મંગળવારના દિવસે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી મેલડી માતાના દર્શન કરવા માટે આવે છે, ઘણા ભક્તો મંદિરમાં આવીને જુદી જુદી માનતાઓ પણ માનતા હોય છે, તે દરેક ભક્તોની માનેલી મનોકામનાઓ મેલડી માતા પુરી કરીને તેમનું જીવન ખુશીઓથી ભરી દે છે.