પરિવારમાં એકસાથે ત્રણ દીકરીઓનો જન્મ થયો તો પરિવારના લોકોએ ભગવાનના આર્શીવાદ માનીને ત્રણેય દીકરીઓને વધાવી લીધી…
ઘણા પરિવારમાં આપણે જોતા હોઈએ છીએ જયારે પરિવારમાં કોઈ બાળકનો જન્મ થાય એટલે આખા પરિવારમાં ખુશીઓ છવાઈ જતી હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો મધ્ય પ્રદેશના રાજગઢમાંથી સામે આવ્યો હતો, આ ગામમાં રહેતા એક પરિવારમાં ત્રણ દીકરીઓ હતી અને પુત્ર ન હતો તો દંપતીને પુત્રની ઈચ્છા હતી.
તો પણ બીજીવાર આ દંપતીના ઘરે એકસાથે ત્રણ દીકરીઓનો જન્મ થતા આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી, હાલમાં ત્રણેય નવજાત બાળકો અને માતા એકદમ સ્વસ્થ હતા, આ દંપતીએ તેમની નવજાત જન્મેલી ત્રણેય દીકરીઓના નામ ગંગા, જમુના અને સરસ્વતી રાખ્યા હતા, આ ઘટના અંગે વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું.
સીમા તિવારીના લગ્ન વર્ષ ૨૦૧૩ માં રાકેશ તિવારી સાથે નરસિંહગઢના માન પિચોડી ગામમાં થયા હતા. આ દંપતીએ વર્ષ ૨૦૨૦ સુધી ત્રણ દીકરીઓને જન્મ આપ્યો હતો, ત્યારબાદ આ દંપતીને દીકરો જોઈતો હતો એટલે સીમાબેન ગર્ભવતી હતા, સીમાબેનને અચાનક જ ગુરુવારના રોજ પ્રસુતિનો દુખાવો ઉપડ્યો એટલે તરત જ પરિવારના લોકો સીમાબેનને હોસ્પિટલ લઈ ગયા.
તો હોસ્પિટલમાં સીમાબેનને એકસાથે ત્રણ દીકરીઓને જન્મ આપ્યો તો ફરી આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી, નવજાત દીકરીઓના પિતા રાકેશ તિવારીએ જણાવતા કહ્યું હતું કે અમારા ઘરે બીજી ત્રણ દીકરીઓનો જન્મ થયો છે
એટલે અમે ખૂબ જ ખુશ છીએ અને ત્રણેય દીકરીઓની સારી રીતે સાર સંભાળ રાખીશ. પરિવારના લોકોએ ત્રણેય દીકરીઓના નામ ગંગા, જમુના અને સરસ્વતી રાખ્યા હતા.