સુરત સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની ઊંઘના કારણે એક દીકરાએ પોતાની માતા સામે જ પોતાનો દમ તોડી દીધો.
ડોક્ટરને પૃથ્વી પર બીજા ભગવાનનો દરજ્જો મળ્યો છે. અમુક ડોક્ટરો દર્દીઓ જીવ બચાવવા માટે દિવસ રાત એક કરી દેતા હોય છે. ત્યારે બીજી તરફ એવા પણ ડોકટરો હોય છે કે જેમને કઈ ફરક જ નથી પડતો જેને જે થવું હોય તે થયા અને તેમની જ બેદરકારીના લીધે અમુકવાર દર્દીઓના મૃત્યુ પણ થઇ જતા હોય છે.
અને આખા ડોક્ટર જગતને શરમમાં મૂકી દેતા હોય છે. આવી જ એક ઘટના સુરત સિવિલ હોસ્પિટલથી સામે આવી છે.સુરત હોસ્પિટલમાં બન્યો એવો બનાવ કે ડોક્ટરની બેદરકારીના લીધે એક નિર્દોષ દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો.
દીકરાનું માતાની સામે જ મૃત્યુ થઇ જતા પરિવારને ખુબજ ઘેરો આઘાત લાગ્યો છે. ઉધના ભીમનગર ખાતે રહેતા જીતેન્દ્ર ભાલેરાવનો ૭ વર્ષનો દીકરો સીડી પરથી પડી જવાથી તેને ખુબજ ગંભીર ઈજાઓ આવી હતી માટે તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દીકરો ખુબજ ગંભીર રીતે ઘાયલ થઇ જવાથી.
તેને સિવિલ હોસ્પિટલના ICU વિભાગમાં એડમિટ કરવામાં આવ્યો હતો. છેલ્લા ૨૪ દિવસથી તેમના પુત્ર આર્યનની ICU માં સારવાર કરવામાં આવી હતી અને ૨૪ દિવસની સારવાર પછી તેને હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો.એક જ દિવસ રાતે દીકરા સાથે હોસ્પિટલમાં તેની માતા રોકાઈ હતી. રાતે અચાનક જ દીકરાની ઓક્સિજન પાઇપ નીકળી જતા દીકરાને શ્વાસ લેવામાં ખુબજ તકલીફ થઇ રહી હતી.
તો માતા તરત જ ડોક્ટર અને નર્સને બોલાવવા માટે દોડી પણ ડોક્ટર એક સમયે ઊંઘ હોવાથી તેમને આવવામાં ૧૦ થી ૧૫ મિનિટ લાગી અને જયારે આવીને જોયું તો દીકરાનું મૃત્યુ થઇ ગયું હતું આ જોઈને જ માતાએ પોતાનું કરુણ રુદન શરૂ કર્યું હતું.
ડોકટરે માફી માંગી પણ માતા રડતાં રડતા બોલી હું તમારી માફીનું શું કરું મારો દીકરો પાછો લાવી શકશો. આજે પરિવારે ડોક્ટર પર આરોપ લગાવીને પોતાના દીકરાને ન્યાય મળે તેવી માંગણી કરી છે.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.