વડોદરાના ૮૪ વર્ષના વૃદ્ધ દાદી છેલ્લા ૩૫ વર્ષથી નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને વિનામુલ્યે ભોજન કરાવીને તેમની ભૂખ શાંત કરવાનું કામ કરી રહ્યા છે. – GujjuKhabri

વડોદરાના ૮૪ વર્ષના વૃદ્ધ દાદી છેલ્લા ૩૫ વર્ષથી નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને વિનામુલ્યે ભોજન કરાવીને તેમની ભૂખ શાંત કરવાનું કામ કરી રહ્યા છે.

ઘણા લોકોને આપણે જોતા હોઈએ છીએ જે તેમનું આખું જીવન સેવા પાછળ જ વિતાવી દેતા હોય છે, આજે આપણે એક તેવા જ વડોદરાના આર.વી. દેસાઈ રોડ પર રહેતા નર્મદાબેન પટેલની વાત કરીશું, નર્મદાબેનની હાલમાં ૮૪ વર્ષ ઉંમર છે, તો પણ નર્મદાબેન છેલ્લા ૩૫ વર્ષથી દરરોજ નિ:સહાય અને નિરાધાર લોકોને વિનામૂલ્યે જમાડીને અન્નક્ષેત્ર ચલાવી રહ્યા હતા.

નર્મદાબેન દરરોજ સવારે ચાર વાગે ઉઠીને જાતે જ અઢી સો થી ત્રણસો જણાનું ભોજન તૈયાર કરે છે અને અલગ અલગ વિસ્તારોમાં જઈ જઈને ફૂટપાથ પર રહેતા લોકો, હોસ્પિટલના દર્દીઓ તેમજ તેમના સગા સબંધીઓને વિનામૂલ્યે ભોજન પહોંચાડીને સેવાનું કાર્ય કરી રહ્યા છે, નર્મદાબેનની આ સેવા જોઈને રસ્તા પરથી જતા લોકો પણ તેમની સાથે સેવા કરવા માટે જોડાય છે.

નર્મદાબેનએ જણાવતા કહ્યું હતું કે તેમને આ સેવા તેમના પતિ અંબાલાલ સાથે મળીને શરૂ કરી હતી. ત્યારબાદ નર્મદાબેનના પતિનું મૃત્યુ થઇ ગયું તો પણ નર્મદાબેનએ આ સેવા કરવાની શરૂ રાખી હતી, જે દિવસે નર્મદાબેનના પતિનું મૃત્યુ થઇ ગયું તે દિવસે પણ ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને જમાડ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર કર્યાં હતા.

નર્મદાબેનના દીકરા ઇન્દ્રવદનભાઈએ જણાવતા કહ્યું હતું કે મારા પિતા જયારે નિવૃત થયા ત્યારે તેમને કંઇક આપવાની સેવા શરૂ કરી હતી. તે સમયે મારા પિતા પંદર લોકોનું ભોજન બનાવીને તેમને ભોજન કરાવતા હતા, ૩૫ વર્ષ પહેલા મારા પિતાનું મૃત્યુ થઇ ગયું તો પણ મારી માતાએ આ સેવા કરવાની ચાલુ રાખી હતી. નર્મદાબેન આજે ૮૪ વર્ષની ઉંમરમાં પણ રોજ સવારે ચાર વાગે ઉઠીને ત્રણસો લોકોનું જમવાનું બનાવે છે.

ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ભોજન કરાવીને સેવાનું કામ કરી રહ્યા છે, નર્મદાબેનને આ કામ કરવાની શક્તિ ભગવાન આપે છે, નર્મદાબેનને આઠ ગામ દત્તક લીધા છે તે દરેક ગામમાં અન્ન, શિક્ષણ અને કપડા પહોંચાડીને સેવાનું કામ કરી રહ્યા છે. નર્મદાબેન દરરોજ દાળ, ભાત, ખમણ અને શીરા જેવી જુદી જુદી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને ગરીબ અને જરૂરીયાત મંદ લોકોને જમાડીને માનવતા મહેકાવી રહ્યા છે.