|

મહિલાની માનેલી માનતા પુરી થતા કબરાઉમાં બિરાજમાન માં મોગલના દર્શને આવી પહોંચ્યા અને મણિધર બાપુને ૧૧,૦૫૧ રૂપિયા આપ્યા તો મણિધર બાપુ તે પૈસા…

માં મોગલ આજે પણ સાક્ષાત બિરાજમાન છે, માં મોગલનું નામ લેવાથી જ ભક્તોની માનેલી બધી મનોકામનાઓ પુરી થાય છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડે છે, માં મોગલએ આજ સુધી ઘણા ભક્તોના દુઃખો દૂર કર્યા છે, માં મોગલએ અત્યાર સુધી લાખો કરતા પણ વધારે ભક્તોને પરચા પૂર્યા હતા.

માં મોગલે સાહીઠ વર્ષે પણ ઘણા નિઃસંતાન દંપતીના ઘરે પણ પારણાં બંધાયા છે, માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, હાલમાં એક મહિલા તેમની માનેલી માનતા પુરી કરવા માટે માં મોગલના ધામમાં આવી પહોંચી હતી, આ મહિલાનું નામ સુનિતાબેન હતું અને તે જેતપુરના રહેવાસી હતા, સુનિતાબેનની માનેલી માનતા પુરી થતા હાલમાં કબરાઉમાં માં મોગલના દર્શને આવી પહોંચ્યા હતા.

સુનિતાબેનને મંદિરમાં આવીને માં મોગલના દર્શન કરીને મણિધર બાપુને ૧૧,૦૫૧ રૂપિયા આપ્યા તો મણિધર બાપુએ કહ્યું કે શેની માનતા માની હતી તો સુનિતાબેનને કહ્યું કે મારી દીકરી આખા ગુજરાતમાં પહેલા નંબરે પાસ થાય તેની માનતા માની હતી અને મારી દીકરી માં મોગલના આર્શીવાદથી પહેલા નંબરે પાસ થઇ હતી એટલે હું માનેલી માનતા પુરી કરવા માટે માં મોગલના ધામમાં આવી પહોંચી છું.

ત્યારબાદ મણિધર બાપુએ તે બધા જ પૈસા તેમની દીકરીને આપી દીધા અને કહ્યું માં મોગલે તમારી માનતા દસ વાર સ્વીકારી અને કહ્યું આ પૈસા તું તારી બહેન દીકરીને આપી દેજે, માં મોગલે અત્યાર સુધી ઘણા દુખીયાઓના દુઃખો દૂર કરીને તેમનું જીવન ખુશીઓથી ભરી દીધું છે, આથી માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલનું નામ લેવાથી જ ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Similar Posts