75 વર્ષના આ ઘરડા દાદાએ ગામના બાળકોનું ભવિષ્ય ના બગડે તેની માટે શાળા બનાવા તેમની બે એકર જમીન દાનમાં આપીને કેટલાય બાળકોનું ભવિષ્ય સુધારી દીધું છે….
આપણે દેશમાં ઘણા પરિવારના લોકોને જોતા હોઈએ છીએ કે તેમના બાળકો માટે કંઈ પણ કરવા માટે હંમેશા માટે તૈયાર જ રહેતા હોય છે, તેવો જ કિસ્સો ઇરોડના બારગુરની પશ્ચિમી વિભાગમાં આવેલા કોંગદાઇ એસટી કોલોનીમાં રહેતા પંચોત્તેર વર્ષના વૃદ્ધ દાદા સાથે થયો હતો. આ વૃદ્ધ દાદાએ તેમના બાળકોનું ભવિષ્ય સુધરે તે માટે તેમની બે એકર જમીન શાળા બનાવવા માટે આ વૃદ્ધ દાદાએ દાનમાં આપી હતી.
આ ગામમાં એક પણ શાળા ન હતી એટલે ગામના બાળકોને શિક્ષણ મળી શકતું ન હતું, તેથી આ વૃદ્ધ દાદાએ તેમની બે એકર જમીન દાનમાં આપી હતી. દાનમાં આપેલી જમીનમાં સારી શાળા બનાવામાં આવી હતી અને એનજીઓ દ્વારા શાળા બનાવીને બાળકોને સારું શિક્ષણ મળી શકે તે માટે આ શાળામાં ચાલીસ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
આ ગામમાં પહેલા શાળા ન હતી તો ગામના બાળકો એક ઘરમાં તેમનો અભ્યાસ કરતા હતા અને ત્યાર પછી બાળકોને વધારે ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું અને બાળકો જેમ જેમ મોટા થવા લાગ્યા ત્યારે આ ઘર બાળકો માટે નાનું પડવા લાગ્યું હતું. તે પછી બાળકો તેમનો અભ્યાસ એક વિશાળ વટવૃક્ષ નીચે કરવાનો શરૂ કર્યો હતો. જે વખતે વરસાદ પડતો ત્યારે આ બધા બાળકો મંદિરના નીચે જતા હતા.
તે પછી એવું લાગ્યું કે બાળકોને તેમના અભ્યાસ માટે એક શાળાની જરૂર છે એટલે આ વૃદ્ધ દાદાએ નક્કી કર્યું કે તે બાળકો માટે એક શાળા બનાવશે. ત્યારબાદ આ વૃદ્ધ દાદાએ યોગ્ય જમીન શોધી
અને તેમની બે એકર જમીન બાળકોનું ભવિષ્ય સુધરે તે માટે દાનમાં આપી હતી. તેથી આ પંચોત્તેર વર્ષના વૃદ્ધ દાદાએ તેમની બે એકર જમીન શાળા માટે દાનમાં આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું હતું.