70 વર્ષથી મંદિરના તળાવમાં રહી,મંદિરનો પ્રસાદ ખાઈને રક્ષા કરનાર મગરનું થયું નિધન,શ્રદ્ધાંજલિ આપવા લોકોની ભીડ એકઠી થઈ,જુઓ વિડીયો
કેરળના શ્રી અનંતપદ્મનાભ સ્વામી મંદિરના પ્રખ્યાત ‘શાકાહારી મગર’નું નિધન થયું છે.’બાબિયા’ તરીકે ઓળખાતા આ મગરે તાજેતરમાં જ પોતાનો જીવ ત્યાગ કર્યો હતો.આ મગર છેલ્લા 70 વર્ષથી મંદિરના તળાવમાં રહેતો હતો.મગરની સૌથી ખાસ વાત એ હતી કે તે વિશ્વનો એકમાત્ર શાકાહારી મગર હતો.એવો દાવો કરવામાં આવે છે કે તે માત્ર મંદિરનો પ્રસાદ ખાઈને જ પોતાનું પેટ ભરતો હતો.
મૃત્યુના બે દિવસ પહેલા ‘બાબિયા’ ગુમ થઈ ગયો હતો.હવે બાબિયાના મૃત્યુની પુષ્ટિ થઈ છે.મંદિરના અધિકારીઓને રવિવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ તળાવમાં મગર મૃત મળી આવ્યો હતો.તે તળાવમાં મૃત હાલતમાં તરતો દેખાયો હતો.આ પછી મંદિર પ્રશાસને તાત્કાલિક પોલીસ અને પશુપાલન વિભાગને જાણ કરી અને ત્યારબાદ મૃત ‘બાબિયા’ને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો.
આ પછી બાબિયાને કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો.સોમવારે અનેક નેતાઓએ બાબિયાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.જે બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.મંદિર પ્રશાસનનો દાવો છે કે મગર સંપૂર્ણપણે શાકાહારી હતો અને તે વિશ્વનો એકમાત્ર શાકાહારી મગર હતો.તે મંદિરમાં બનેલા ‘પ્રસાદ’ પર નિર્ભર હતો.સ્થાનિક લોકો એવું પણ જણાવે છે કે બાબિયા મંદિરમાં પૂજા દરમિયાન આપવામાં આવતો પ્રસાદ જ ખાતો હતો.
આ પ્રસાદ સંપૂર્ણપણે શાકાહારી હતો.જેમાં રાંધેલા ભાત અને ગોળ રહેતો હતો.આ મગર ભક્તોને સરળતાથી જોઈ શકાતો હતો.ભક્તો પણ નિર્ભયપણે તેને પોતાના હાથે પ્રસાદ ખવડાવતા હતા.કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ બાબિયાના મૃત્યુને લઈને એક ટ્વિટ કર્યું છે.તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ‘ભગવાનનો મગર’ જે છેલ્લા 70 વર્ષથી મંદિરમાં રહેતો હતો.તેને મોક્ષ મળે તેવી પ્રાર્થના.
Babiya Crocodile Last rites done with chanting of Vishnu Sahasra nama 🙏 pic.twitter.com/LcIntczIkM
— Adarsh Hegde (@adarshahgd) October 10, 2022