53 વર્ષની વિધવા માતાનું દુઃખ તેમની દીકરીથી જોવાતું ન હતું તો દીકરીએ માતાના બીજા લગ્ન કરાવીને સમાજ માટે એક ઉત્તમ દાખલો બેસાડ્યો…. – GujjuKhabri

53 વર્ષની વિધવા માતાનું દુઃખ તેમની દીકરીથી જોવાતું ન હતું તો દીકરીએ માતાના બીજા લગ્ન કરાવીને સમાજ માટે એક ઉત્તમ દાખલો બેસાડ્યો….

આપણે ઘણી દીકરીઓને જોતા હોઈએ છીએ કે જે તેમના માતાપિતા માટે કઈ પણ કરવા માટે તૈયાર હોય છે, આજે આપણે એક તેવા જ દીકરીના બનાવ વિષે વાત કરીશું, આ દીકરીએ તેની 53 વર્ષની માતા માટે વરરાજા શોધીને તેની માતાના લગ્ન કરાયા હતા, આ દીકરીએ તેની માતાના ત્રેપન વર્ષની ઉંમરમાં લગ્ન કરાવીને આખા સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ સાબિત કર્યું હતું.

આ બનાવ રાજસ્થાનના જયપુરમાંથી સામે આવ્યો હતો, જયપુર શહેરમાં રહેતી દીકરી સંહિતાની માતાની ઉંમર 53 વર્ષ હતી, સંહિતાએ તેની વિધવા માતા ગીતા અગ્રવાલના લગ્ન ફરીથી કરાવીને સમાજમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો હતો, જે સમયે સંહિતાએ તેની માતાને લગ્ન કરવા કહ્યું તે સમયે સંહિતાની માતા લગ્ન કરવા માટે તૈયાર થયા ન હતા.

સંહિતાના પિતાનું મૃત્યુ વર્ષ 2016માં હાર્ટ એટેક આવવાના કારણે થઇ ગયું હતું, તેથી સંહિતા તેની માતાની હાલત જોઈ શકતી ન હતી, તેથી સંહિતા તેની માતાને તેના પિતાના મૃત્યુના આઘાતમાંથી દૂર કરવા માંગતી હતી એટલે સંહિતાએ તેની માતાના પુનઃલગ્ન કરવાનું નક્કી કર્યું હતું, તે પછી સંહિતાએ મેટ્રિમોનિયલ સાઇટ પર તેની માતાની પ્રોફાઇલ અપલોડ કરી હતી.

ત્યારબાદ સંહિતાના ફોન પર ઘણા બધા લોકોના ફોન આવવા લાગ્યા અને તે પછી સંહિતા તેની માતાને લગ્ન કરવા માટે કેવી રીતે તૈયાર કરવી તે તેના માટે સૌથી મોટી સમસ્યા હતી,ત્યાર પછી જયપુર આવીને સંહિતાએ તેની માતાને તેના લગ્ન વિષે વાત કરી અને ઘણું સમજાવ્યા બાદ સંહિતાની માતા લગ્ન માટે માની ગઈ,તે પછી સંહિતાએ બાંસવાડામાં રહેતા 55 વર્ષની ઉંમરના કેજી ગુપ્તાએ ફોન પર વાત કરી.

કેજી ગુપ્તાએ એક સરકારી કર્મચારી હતા, કે.જી.ગુપ્તાની પત્નીનું થોડા સમય પહેલા મૃત્યુ થઇ ગયું હતું, તે પછી કેજી ગુપ્તા અને સંહિતાની મુલાકાત થઇ અને સંહિતા પણ આ લગ્ન માટે તૈયાર થઇ ગઈ તે પછી કેજી ગુપ્તા જયપુર આવ્યાઅને સંહિતાની માતાને મળ્યા. ત્યારબાદ બંનેની સંમતિ બાદ ગયા વર્ષની 31 ડિસેમ્બરના રોજ માતા ગીતાના લગ્ન કેજી ગુપ્તા સાતેહ બધા જ સગા સંબંધીઓની હાજરીમાં ખુબ ધામધૂમથી કરવામાં આવ્યા હતા.