50 હજાર પગારની નોકરીવાળા ક્લાર્કના ઘરેથી નીકળ્યા અઢળક રૂપિયા,પૈસા ગણવા માટે મશીન લાવવું પડ્યું….
મધ્યપ્રદેશ પોલીસે બુધવારે રાજ્ય સરકારના ક્લાર્કના ઘરેથી 85 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.મધ્યપ્રદેશ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW), જે અપ્રમાણસર સંપત્તિ કેસની તપાસ કરી રહી છે,દ્વારા હાથ ધરવામાં આવેલા દરોડા દરમિયાન નાણાં રિકવર કરવામાં આવ્યા હતા.
EOW અધિકારીઓ બુધવારે રાજ્યના તબીબી શિક્ષણ વિભાગના ક્લાર્ક હીરો કેસવાણીના ઘરે પહોંચ્યા હતા.ઈઓડબ્લ્યુના અધિકારીઓને ઘરે સર્ચ કરવા આવતા જોઈ હીરો કેસવાણી બીમાર પડી ગયો.તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.તબિયતના કારણે અધિકારીઓ હીરો કેસવાણીની પૂછપરછ કરી શક્યા ન હતા.
સર્ચ દરમિયાન અધિકારીઓને કેસવાનીના ઘરમાંથી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પૈસા છુપાવીને રાખવામાં આવ્યા હતા.મોટાભાગની નોટો 500 રૂપિયાની હતી. તે જ સમયે, 2 હજાર રૂપિયાની નોટોના કેટલાક બંડલ અને 200 રૂપિયાની નોટો હતી.
પૈસા એટલા વધારે હતા કે દરોડા પાડનારા અધિકારીઓ માટે તેની ગણતરી કરવી મુશ્કેલ હતી.પૈસાની ગણતરી માટે મશીનનો ઉપયોગ કર્યો હતો.કેસવાણી પાસેથી સોના-ચાંદી અને મિલકતના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
હીરો કેસવાનીએ 4000 રૂપિયા પ્રતિ માસના પગારથી નોકરીની શરૂઆત કરી હતી.તેમનો હાલનો પગાર 50,000 રૂપિયા પ્રતિ માસ હતો.તેણે આટલી બધી કમાણી કેવી રીતે કરી કે ઘરમાંથી 85 લાખ રૂપિયા મેળવનાર EOWના અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. EOW અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.