5 છોકરીઓ 1 છોકરાના પ્રેમ માટે લડી,રસ્તાની વચ્ચે જ એકબીજાને ચોટલા પકડીને થયો મોટો ઝગડો,જુઓ આ વિડીયો – GujjuKhabri

5 છોકરીઓ 1 છોકરાના પ્રેમ માટે લડી,રસ્તાની વચ્ચે જ એકબીજાને ચોટલા પકડીને થયો મોટો ઝગડો,જુઓ આ વિડીયો

સોશિયલ મીડિયા પર દરરોજ આશ્ચર્યજનક વીડિયો વાયરલ થતાં જ રહે છે.આ વખતે કેટલીક છોકરીઓનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેઓ એકબીજા સાથે ખરાબ રીતે ઝઘડી રહી છે.કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો બિહારનો છે અને યુવતીઓ વચ્ચે બોયફ્રેન્ડને લઈને ઝઘડો શરૂ થયો હતો.ત્યારબાદ પાંચ યુવતીઓ એકબીજા સાથે ઝઘડવા લાગી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મામલો તાજેતરનો જ છે.વીડિયો વિશે જણાવવામાં આવી રહ્યું છે કે હરિહર વિસ્તારના સોનપુર મેળામાં એક છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરવા આવી હતી.આ દરમિયાન ચાર યુવતીઓની નજર આ બંને પર પડી.આ ચાર યુવતીઓમાંની એક છોકરી તે છોકરાની ગર્લફ્રેંડ હતી.

અન્ય છોકરીને તેના બોયફ્રેન્ડ સાથે જોઈને છોકરાની ગર્લફ્રેન્ડ ગુસ્સે થઈ ગઈ અને તેણે તેની બહેનપણીઓ સાથે મળીને તેના પર હુમલો કર્યો.વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ કોઈ સામાન્ય લડાઈ નહોતી.પરંતુ આ ઝપાઝપીમાં કપડાં પણ ફાટી ગયા હતા.હવે યુવતીઓ વચ્ચેની લડાઈનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે છોકરીઓ વચ્ચે આ ઝઘડો બોયફ્રેન્ડના કારણે થયો હતો.આ દરમિયાન ચાર છોકરીઓએ એક છોકરીને માર મારવાનું શરૂ કર્યું.તેની પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે મારપીટ કરનાર યુવતીઓમાંથી એક યુવતીના બોયફ્રેન્ડ સાથે અન્ય એક યુવતી મેળામાં ફરતી હતી.

આ કારણે યુવતીઓએ મેળામાં બધાની સામે તેને માર માર્યો હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના તાજેતરની જ હોવાનું કહેવાય છે.જો કે આ યુવતીઓ ક્યાંની અને કોણ છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.મેળામાં છોકરીઓની આ લડાઈએ સ્થાનિક લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.તે છોકરીઓનો ઝઘડો હતો તેથી કોઈએ આ ઝઘડાને શાંત પાડવાનો પ્રયાસ પણ કર્યો ન હતો.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક છોકરીઓ સાથે મળીને એક છોકરીને મારપીટ કરી રહી છે.કેટલીક લાત મારી રહી છે.જ્યારે કેટલીક મુક્કા મારી રહી છે.તો કોઈ છોકરીના વાળ ખેંચીને નીચે પડવાનો પ્રયાસ કરી રહ્યું છે.આ લડાઈમાં એક છોકરો પણ જોવા મળી રહ્યો છે.જે લડાઈમાંથી બધાને છુટા પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.

જોકે છોકરીઓએ તે છોકરાની વાત ન સાંભળી.આ બધું ત્યારે થયું જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સોનપુર મેળામાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે તો તે ખાનગી બાબત છે.વહીવટીતંત્ર આમાં કંઈ કરી શકે તેમ નથી.સોનપુર પ્રશાસને આ અંગે જણાવ્યું છે કે ઝઘડો બોયફ્રેન્ડને લઈને થયો હતો.ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.હવે વહીવટીતંત્ર આ મામલાની તપાસ કરી રહ્યું છે.