44 વર્ષની પરણિત મહિલા અને 20 વર્ષના છોકરો બંને એકબીજાના પ્રેમ પડ્યા,પરંતુ થયું એવું કે આવ્યો ખરાબ અંત…. – GujjuKhabri

44 વર્ષની પરણિત મહિલા અને 20 વર્ષના છોકરો બંને એકબીજાના પ્રેમ પડ્યા,પરંતુ થયું એવું કે આવ્યો ખરાબ અંત….

રાજ્યમાં આપઘાતના મામલાઓ વધી રહ્યા છે.ત્યારે હવે મહુવાથી ચોકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે.અહિ અગમ્ય કારણસર એક પ્રેમી-પંખીડાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.આ સમાચાર સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.આ અંગે મહુવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મહુવા તાલુકાના કરચેલીયા ગામમાં કોળીવાડ ફળિયામાં રહેતી 44 વર્ષની પરણીતાને 20 વર્ષના યુવાન સાથે આંખ મળી ગઈ હતી.પોતાનાથી અડધી ઉંમરના યુવાન સાથે છેલ્લાં બે વર્ષથી પરિણીતા પ્રેમસંબંધ ધરાવતી હતી.તમને જણાવી દઈએ કે આ બંને વચ્ચે પ્રેમ સબંધો હતા તેવી ચર્ચા આખા વિસ્તારમાં થતી હતી.

આ બંનેએ શનિવારના રોજ બપોરે 12 કલાકની આસપાસ બારતાડ ગામની ગૌચરની જમીનમાં આવેલા બાવળના ઝાડ સાથે ઓઢણી બાંધીને ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું છે.જેના કારણે બંનેના પરિવાર સ્તબ્ધ થઇ ગયા છે.

નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક,મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની ‘જિંદગી હેલ્પલાઇન 1096’ પર કે ભારત સરકારની ‘જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330’ પર ફોન કરી શકો છો. આ સિવાય આસરા વેબસાઇટ અથવા તો વૈશ્વિક સ્તર પર બીફ્રૅન્ડર્સ વર્લ્ડવાઇડ પાસેથી પણ સહયોગ મેળવી શકો છો.