43 વર્ષ બાદ ફરી મોરબીમાં બીજી મોટી દુર્ઘટના: મચ્છુ જળ હોનારતની હકીકત જાણીને છૂટી જશે કંપારી
મોરબીની મચ્છુ નદી પર બેસતા વર્ષના દિવસે જ ઉદ્ઘાટન કરવામાં આવેલો પૂલ તૂટી જતા લગભગ 500 જેટલા લોકો પાણીમાં પટકાયા હતા.જ્યારે ઘણા લોકોના મૃત્યુ થયા છે.આ દુર્ઘટનાના પરિણામે આજે ફરી એક વખત લોકોના મોઢે લગભગ ચાર દાયકા કરતા વધુ સમય પછી મચ્છુ નદીની ચર્ચામાં આવી છે.
આજથી 43 વર્ષ અગાઉ 11 ઓગસ્ટ 1979ના રોજ કુદરતી આપદાઓએ આ મોરબી શહેરને વેરવિખેર કરી નાંખ્યું હતું.મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને 43 વર્ષ પુરા થઇ ગયા છે.પરંતુ આજે પણ તે ઘટનાને યાદ કરતા ઘણા લોકો રોઈ પડે છે.કારણ કે આ દુર્ઘટનામાં લગભગ 25,000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.
નો વન હેડ અ ટંગ ટુ સ્પિક નામના પુસ્તકમાં ટોમ વૂટેન અને ઉત્પલ સાંડેસરાએ સરકારી દાવાને નકારી કાઢ્યો હતો કે બંધ તૂટવાની ઘટના કુદરતી આફત હતી અને તેમણે બાંધકામની ખામીઓને કારણે દુર્ઘટના ઘટી અને વિસ્તરી હોવાનું જણાવ્યું છે.
તમને જણાવીએ કે 11મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે આ દિવસે આજથી 43 વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ તુટ્યો હતો.મચ્છુ-2 ડેમ ભારે વરસાદના કારણે છલોછલ ભરેલો હતો.તેવા સમયે એક ડેમનો માટીનો પાળો તૂટવાથી જળ પ્રલય સર્જાયુ હતું.તેથી હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા.