3.5 વર્ષની બાળકીને સાપ કરડતા પિતા પાસે દવાખાને લઈ જવા પૈસા નહોતા, પોલીસ દેવદેતું બનીને આવી, PI સાહેબ કહ્યું કે, રૂપિયાના અભાવે કોઈનો જીવ… – GujjuKhabri

3.5 વર્ષની બાળકીને સાપ કરડતા પિતા પાસે દવાખાને લઈ જવા પૈસા નહોતા, પોલીસ દેવદેતું બનીને આવી, PI સાહેબ કહ્યું કે, રૂપિયાના અભાવે કોઈનો જીવ…

પોલીસની કડક છાપના કારણે સામાન્ય રીતે પબ્લિક પોલીસ પાસે જતાં ડરતી હોય છે.પરંતુ ખાખી વર્દીની અંદર પણ એક હૃદય માનવતા માટે ધબકતું હોય છે.ત્યારે વેરાવળ પોલીસે સર્પે દંશ દીધેલ ચાર વર્ષની બાળકીના પરીવારને માનવતાના ધોરણે મદદરૂપ થઇ નવું જીવન અપાવી બાળકીના પરિવાર ઉપર દિવાળીના તહેવારનો પ્રકાશ યથાવત રહે તેવી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

તમને જણાવીએ કે એક ગરીબ પરિવારની 4 વર્ષની બાળકીને સાપ કરડી ગયો હતો.પરંતુ પરિવાર પાસે તેને દવાખાને લઈ જવા માટે ભાડું પણ નહોતું ત્યારે સ્થાનિક પોલીસ તેમની મદદે આવી હતી અને મોતના મુખ સુધી પહોંચી ગયેલી બાળકીને બચાવી લીધી હતી.

સુત્રાપાડા નજીક આવેલા બરેવલા ગામમાં રહેતા પીડિત દીકરીના પિતા વજુભાઈ કાળાભાઈ મેવાડા પરિવાર સાથે મજૂરી કરી ગુજરાન ચલાવે છે.ગત 17 ઓક્ટોબરે બાળકો વાડીમાં રમતાં હતાં ત્યારે બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે રમતાં રમતાં વૈશાલીને સાપ કરડી ગયો.પરંતુ એને કંઈ જ ખબર નહોતી અને થોડીવાર પછી વૈશાલીની હાલત ખૂબ જ બગડવા લાગી.એ કંઈ બોલતી જ નહોતી અને ઊલટીઓ કરતી હતી.ઉપરાંત ફીણ પણ આવી ગયું હતું.

બેભાન થઈ ગયા બાદ અમને કોઈ આશા જ નહોતી.દીકરીને સરકારી દવાખાને લઈ ગયો.જયાં તેની તબિયત અતિગંભીર હોવાની જાણ થઈ.ફરજ પરના ડોકટર સાથે સારવાર બાબતે વાતચીત કરતા દિકરીને વધુ સારવાર અર્થે આગળ રીફર કરવી પડે તેમ હોય તેવું જણાવ્યું અને કહ્યું કે દીકરીને વેન્ટીલેટર ઉપર રાખવી પડશે તેવી પરિસ્થિતી છે.પરંતુ બાળકીના પિતાની આર્થિક પરિસ્થિતી નબળી હતી.તેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે તેમ ન હતા અને પરીવાર આ બનાવથી એકદમ પડી ભાંગ્યો હતો.

જેથી પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણીની સુચના તથા માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ વિપુલભાઇ રાઠોડએ સત્યમ હોસ્પિટલના ટ્રસ્ટીઓ તથા ડોકટર સાથે વાતચીત કરી હતી.બાદમાં આ ચાર વર્ષની બાળકીને સત્યમ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી હતી.હોસ્પિટલના ટ્રસ્ટીઓ તથા ડોકટરોએ માનવતાના ધોરણે મદદરૂપ થઇ માસુમ બાળકીનું બહુમુલ્ય જીવન બચાવ્યુ હતું.તમને જણાવીએ કે હાલ માસુમ દિકરી સ્વસ્થ છે.