3 વર્ષનો બાળક પોલીસ સ્ટેશન જઈને માતા સામે કરી આવી ફરિયાદ,આ વિડીયો જોઈને હસવાનું બંધ નહીં કરો એ પાક્કુ…
મધ્યપ્રદેશના બુરહાનપુરથી એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે.હકીકતમાં 3 વર્ષનું માસૂમ બાળક તેના પિતા સાથે પોલીસ ચોકી પહોંચ્યુ હતું.આ દરમિયાન બાળકે પોલીસને કહ્યું- મમ્મીને જેલમાં પૂરી દો.તેણી મને મારે છે.ચોકીના ઈન્ચાર્જ બાળકની વાત સાંભળીને પોતાનું હાસ્ય રોકી શક્યા નહીં.3 વર્ષના માસૂમના પિતાએ જણાવ્યું કે તેની માતા રવિવારે બપોરે સ્નાન કર્યા બાદ તેની આંખમાં કાજલ લગાવી રહી હતી.
જ્યારે પુત્ર નખરા કરતો હતો ત્યારે માતાએ તેને થપ્પડ મારી હતી.જે બાદ તે રડવા લાગ્યો હતો.કોઈક રીતે મેં તેને શાંત કર્યો હતો.તેણે મને કહ્યું કે પપ્પા પોલીસ પાસે જઈએ.મમ્મીને જેલમાં બંધ કરાવવી પડશે.આ સાંભળીને અમે બંને હસવા લાગ્યા.પરંતુ તે માન્યો નહિ,તો હું તેની સાથે અહિ આવ્યો છું.બાળકે તેની ફરિયાદમાં જણાવ્યું કે મમ્મી મારી ચોકલેટ પણ ચોરી કરે છે.
બાળકના પિતાએ આગળ કહ્યું- જ્યારે પ્રિયંકા નાયક ચોકીના ગેટ પર ચોકીના ઈન્ચાર્જ મળ્યા ત્યારે તેમને જોઈને પુત્ર તરત દોડી ગયો અને તેમનો હાથ પકડીને કહ્યું કે મમ્મીને જેલમાં પૂરો.બાળક કહે છે-મમ્મીએ મને માર્યો છે.આ સાંભળીને ચોકીના ઈન્ચાર્જ હસવા લાગે છે.તેમણે બાળકને પૂછ્યું કે કેમ શું થયું,મને કહો.બાળકે કહ્યું કે મમ્મીએ મને થપ્પડ મારી હતી.તે મને રોજ મારે છે.તે મારી બધી ચોકલેટ પણ ચોરી લે છે.મમ્મી મારા પૈસા પણ ચોરી લે છે.તમે મારી મમ્મીને જેલમાં પુરી દો.
આ રસપ્રદ કિસ્સા અંગે SI પ્રિયંકા કહે છે કે નિર્દોષની ફરિયાદ સાંભળીને હું અને પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ જોર જોરથી હસવા લાગ્યો હતો.તેણે જે કહ્યું તે મુજબ તેની ફરિયાદ લખવામાં આવી છે.બાળક ખૂબ તોફાની છે.જ્યારે મેં બાળકને ફરિયાદ પર સહી કરવાનું કહ્યું.ત્યારે તેણે કાગળ પર ઢાળવાળી રેખાઓ દોરી.મેં તેને ઘરે જવાનું કહ્યું.પણ તે જવા તૈયાર નહોતો. ઘણા પ્રયત્નો પછી અમે તેને ઘરે મોકલી દીધો.
3 साल का बच्चा मम्मी की शिकायत लेकर पुलिस थाने पहुंचा।
पुलिस से कहा, मेरी मम्मी मेरी कैंडी और चॉकलेट चुरा लेती हैं उन्हें पकड़ कर जेल में डाल दो। बच्चे दिल रखने के लिए थाने में मौजूद महिला पुलिस अधिकारी ने शिकायत कागज पर लिखी। मामला MP के बुरहानपुर जिले के खकनार का है। pic.twitter.com/xWUR7g5pYr
— Rahul Ahir (@rahulahir) October 17, 2022