25 થી 30 વર્ષ પહેલા નમકીનનો ધંધો ચલાવતો વીજુ આજે બની ગયો મોટો માફિયા,ગુજરાતનો સૌથી મોટો ગણાય છે લીકર માફિયા… – GujjuKhabri

25 થી 30 વર્ષ પહેલા નમકીનનો ધંધો ચલાવતો વીજુ આજે બની ગયો મોટો માફિયા,ગુજરાતનો સૌથી મોટો ગણાય છે લીકર માફિયા…

રાજ્યમાં દારુના 60થી પણ વધુ ગુના જેની સામે નોંધાયા છે.એવો વોન્ટેડ લિકર કિંગ વિજુ સિંધી દુબઈમાંથી ઝડપાઈ ગયો હોવાના રિપોર્ટ સામે આવ્યા છે.વિજુ સિંધીને બાય રોડ અબુધાબીમાં આવેલા ઈન્ટરપોલના હેડ ક્વાટરે લઈ જવામાં આવ્યો છે.જ્યાં તેની પૂછપરછ હાથ ધરાશે.ગુજરાત નો સૌથી મોટો લિકર માફિયા તરીકે ઓળખાતો વીજુ કેવી રીતે આટલો મોટો લિકર માફિયા બન્યો તે જાણીને ચોંકી જશો.

તમને જણાવીએ કે 25 થી 30 વર્ષ પુર્વે સરદાર એસ્ટેટમાં નમકીનનો સામાન્ય વ્યવસાય કરતો વિજુ સિંધીના પિતાનું 15 વર્ષ પહેલા જ મરણ નિપજ્યું હતું.જૉ કે તે અગાઉ જ નામચીન લિકર કિંગ મુકેશ હરજાણીનો હાથ પકડી લેનાર વીજુ સિંધી એ ખેડાના કુખ્યાત પપ્પુ શુક્લાને જાહેરમાં રહેસી નાખ્યો હતો.

સામાન્ય કેરિયરથી કાળા કારોબારમાં સંકળાયા બાદ મારામારી,ખૂન ખરાબા,ખંડણી,ધાક ધમકીઓ દ્રારા પગદંડો મજબૂત બનાવ્યો હતો.પરંતું અલ્પેશ ચાકાના મર્ડર બાદ ગુનાખોરીની આલમમાં નામ કાઢ્યું હતું.છેલ્લાં એક જ દાયકાથી દારૂના વેપારમાં માથું ઉચક્યું હતુ.શહેરમાં દારુનો ધંધો શરુ કરીને ગુનાખોરી આલમમાં પગ મુકનારો વિજય મુરલીધર ઉદવાણી ઉર્ફે વિજુ સિંધી આજે ગુજરાતનો સૌથી મોટો લિકર કિંગ બન્યો છે.

રાજસ્થાન,મધ્ય પ્રદેશ અને હરીયાણામાં ઠેકેદારો સાથે નેટવર્ક ધરાવનારા વિજુ સિંધી સામે રાજયભરમાં દારુના લગભગ 60થી વધુ કેસો નોંધાયા છે વડોદરા શહેરમાં 8 ગુના નોંધાયા હોવાનું જાણવા મળે છે.વડોદરાના કેટલાક ગુનાઓમાં વોન્ટેડ છે.

મિડીઆ રીપોર્ટ અનુસાર વીજુ પાસે કરોડો રુપીઆ ની સંપત્તી હોવાનું મનાઈ રહ્યુ થોડા મહીના અગાવ ગુજરાતની સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અનેક અકાઉન્ટ ફ્રીઝ કરવા મા આવ્યા હતા આ ઉપરાંત અનેક વીજુ થોડા સમય પહેલા જ દુબઈ નાસી ગયો હતો. એવુ કહેવામા આવી રહ્યુ છે વીજુ જ્યારે મુંબઈ સારવાર માટે ગયો ત્યાથી જ દુબઈ નાસી ગયો હતો જ્યાર બાદ તેની વિરુદ્ધ વિરૃધ્ધ રેડ કોર્નર નોટીસ ઇસ્યુ કરવા મા આવી હતી.