20 વર્ષીય યુવતીને ફટકડા સાથે મશ્કરી કરવી ભારે પડી,જોતજોતામાં દિવાળીની ખુશી માતમમાં ફેરવાઈ… – GujjuKhabri

20 વર્ષીય યુવતીને ફટકડા સાથે મશ્કરી કરવી ભારે પડી,જોતજોતામાં દિવાળીની ખુશી માતમમાં ફેરવાઈ…

મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં ફટાકડા સાથે રમત રમવી એક છોકરીને ભારે સાબિત થઇ હતી.તેણે વીડિયો બનાવવા માટે સુતલી બોમ્બની ઉપર ટિફિન બોક્સ ઊંધું મૂકી દીધું હતું.બોમ્બ વિસ્ફોટ થયા બાદ ટિફિનના ચીંથરા ઉડી ગયા અને તેના ટુકડા છોકરીના પેટમાં ઘુસી ગયા હતા.જે બાદ તેનું મૃત્યુ થયું હતું.ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છે.આ સમગ્ર ઘટના બુધવારે બની હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરીએ આવું વીડિયો બનાવવા માટે કર્યું હતું.તેની આ ભૂલ તેના જીવ પર આવી બની.

ભાઉગઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અરવિંદ રાઠોડે જણાવ્યું કે આ ઘટના બુધવારે કરજુ ગામમાં બની હતી.જ્યારે કિશોરી તેના ઘરની બહાર ફટાકડા ફોડી રહી હતી.તેણે સૂતળી બોમ્બ સળગાવી તેના પર ટિફિન બોક્સ ઊંધું મુક્યું હતું.બોમ્બ ફૂટતા ટીફિનના ટુકડા-ટુકડા થઈ ગયા હતા અને આ ટુકડા તેના પેટ સહિત તેના શરીરમાં ઘુસી ગયા હતા.બાળકીને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

પરિવારે જણાવ્યું કે બાળકીનું નામ ટીના છે.તે તેના ભાઈ સાથે ફટાકડા ફોડી રહી હતી.બંને સ્ટીલના ટિફિનમાં ફટાકડા રાખીને ફોડી રહ્યા હતા.તે દરમિયાન આ અકસ્માત થયો હતો.પેટમાં સ્ટીલના ટુકડા ઘુસતા બાળકીની હાલત બગડવા લાગી હતી.આ પછી પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા હતા.હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.ભાઈ-બહેન વીડિયો બનાવવા માટે બંને ટિફિન બોક્સમાં મૂકીને ફટાકડા ફોડી રહ્યા હતા.તમને જણાવીએ કે દિવાળીની રાત્રે ઘણી જગ્યાએ ફટાકડા ફોડવાને કારણે અકસ્માતો થયા છે.