20 વર્ષની સુંદર યુવતી 52 વર્ષના ઢાંઢા શિક્ષકના પ્રેમમાં પડી, લવ સ્ટોરી વાંચીને માથું દીવાલમાં પછાડવા લાગશો – GujjuKhabri

20 વર્ષની સુંદર યુવતી 52 વર્ષના ઢાંઢા શિક્ષકના પ્રેમમાં પડી, લવ સ્ટોરી વાંચીને માથું દીવાલમાં પછાડવા લાગશો

પ્રેમ વિશે દુનિયાભરમાં ઘણી કહેવતો છે.પ્રેમ આંધળો હોય છે.પ્રેમની આગળ દુનિયા પણ દેખાતી નથી.પ્રેમ ખુબ જ વિચિત્ર હોય છે.આ મામલો પાકિસ્તાનનો છે.જ્યાં એક 20 વર્ષની છોકરી કોલેજમાં અભ્યાસ કરતી વખતે તેના 52 વર્ષના શિક્ષકના પ્રેમમાં પડી ગઈ હતી.આશ્ચર્યની વાત એ છે કે યુવતીએ જાતે જ શિક્ષકની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો.જોકે પહેલા ‘લોકો શું કહેશે?’ આવું કંઈક વિચારીને શિક્ષકે વિદ્યાર્થિનીને ઠપકો આપ્યો હતો અને તેનો પ્રેમ પ્રસ્તાવ રિજેક્ટ કર્યો હતો.પરંતુ યુવતીએ પણ પીછેહઠ કરી ન હતી.

શિક્ષકે પ્રેમ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હોવા છતાં યુવતીએ પ્રયાસ ચાલુ રાખ્યો હતો.આખરે એક અઠવાડિયા પછી શિક્ષક પ્રેમમાં પડ્યા અને વિદ્યાર્થી સાથે લગ્ન કરી લીધા.ઝોયા નૂર નામની આ છોકરી બી.કોમનો અભ્યાસ કરે છે.કોલેજમાં અભ્યાસ કરતી આ છોકરીએ તેના શિક્ષક સાજિદ અલીને દિલ આપી દીધું હતું.ઝોયા કહે છે કે તેઓ એક અસાધારણ વ્યક્તિત્વ ધરાવે છે.જેના કારણે તે તેમના પ્રેમમાં પડી હતી.પાકિસ્તાની દંપતીએ તેમની વાર્તા યુટ્યુબર સૈયદ બાસિત અલી સાથે શેર કરી હતી.ઝોયાએ જણાવ્યું કે જ્યારે તેણે સાજિદને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેણે તર્ક આપ્યો- “અમારી વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત (32 વર્ષ) છે.આપણે એકબીજા સાથે લગ્ન કરી શકતા નથી.”

જો કે ત્યારબાદ સાજિદે યુટ્યુબરને કહ્યું કે તેમને તેમની વિદ્યાર્થીની સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો ન હતો.પરંતુ તેમણે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. તેમનો હેતુ એ હતો કે તે સારી રીતે વિચારી શકે.પરંતુ આ દરમિયાન તેમને સમજાયું કે તેમને પણ ઝોયા સાથે પ્રેમ થવા લાગ્યો છે.

દંપતીએ જણાવ્યું કે તેમના બંને પરિવાર અને સંબંધીઓ આ સંબંધથી નાખુશ હતા.ખૂબ જ મુશ્કેલીથી બધાને મનાવી લીધા.ઝોયાના કહેવા પ્રમાણે સાજિદ તેની સાથે લગ્ન કરવા માટે પૂરતા હેન્ડસમ હતા.તે પણ પ્રેમમાં પડ્યા પછી પાછળ હટી નહીં.અત્રે ઉલ્લેખનીય છે કે  ઝોયાને તેના શિક્ષકની શીખવવાની રીત ગમતી હતી.ત્યારે સાજિદ પણ ઝોયા દ્વારા બનાવેલ જમવાનું અને ચાના ચાહક છે.