1 વર્ષ સુધી બનાવ્યો ચોરી માટે જોરદાર પ્લાન,1 વર્ષની સખત મહેનત બાદ 10 કરોડની કરી ચોરી,પોલીસ પણ પકડવા ફાંફા માર્યા…. – GujjuKhabri

1 વર્ષ સુધી બનાવ્યો ચોરી માટે જોરદાર પ્લાન,1 વર્ષની સખત મહેનત બાદ 10 કરોડની કરી ચોરી,પોલીસ પણ પકડવા ફાંફા માર્યા….

રાજસ્થાનના જોધપુરમાં એક હેન્ડીક્રાફ્ટ બિઝનેસમેનના ઘરેથી કરોડોની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.પોલીસે જણાવ્યું કે બિઝનેસમેનના ઘરે 4 વર્ષથી કામ કરતી નોકરાણી લક્ષ્મીએ જણાવ્યું કે તેને આ ચોરીમાં બળજબરીથી સામેલ કરવામાં આવી હતી.ચોરીના પ્લાનિંગની જાણ થતાં જ તેણે તેની પુત્રીને આ અંગે જણાવ્યું હતું.

આ ઉપરાંત આ ઘટનાને અંજામ આપનાર ત્રણ નેપાળી નોકરોનું પોલીસ વેરિફિકેશન થયું ન હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે.આ નોકરોને 4 મહિના પહેલા દિલ્હીની એક એજન્સી દ્વારા રાખવામાં આવ્યા હતા જે લક્ષ્મીના જમાઈ દ્વારા ચલાવવામાં આવે છે.પોલીસે જણાવ્યું કે જ્યારે તેની પુત્રીને લક્ષ્મી દ્વારા વેપારીના ઘરે બની રહેલી ઘટનાની જાણ થઈ ત્યારે તેણે તરત જ તેના પતિને જાણ કરી.

જે દિલ્હીમાં એજન્સી ચલાવે છે.એ પછી રાત્રે જ ઉદ્યોગપતિ અશોક ચોપરાની નાની દીકરીનો એજન્સીમાંથી ફોન આવ્યો.રાત બહુ થઈ ગઈ હતી જેના કારણે તે ફોન ઉપાડી શકી નહોતી.ત્યારબાદ અશોક ચોપરાની પુત્રીને દિલ્હીથી જેસલમેર બોલાવવામાં આવી હતી.પરંતુ તેની સાથે પણ વાત થઈ શકી ન હતી અને ત્રણેય નોકર ઘટનાને અંજામ આપવામાં સફળ રહ્યા હતા.

મોર્નિંગ વોક માટે જતા પડોશીઓએ જોયું કે અશોક ચોપરાના ઘરે કોઈ હિલચાલ ન હતી.વોક પરથી પાછા ફર્યા પછી પણ કોઈ જોવા મળ્યું ન હતું.જ્યારે પડોશીઓને આ અંગે થોડી આશંકા થઈ તો તેઓએ ઘરની અંદર ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો.આના પર અશોક ચોપરાની 6 વર્ષનો ભાણીયો બાલ્કનીમાં દેખાયો અને તેના જોડે જેમતેમ કરી મેઈન ગેટ ખોલાવ્યો.

ત્યાર બાદ અંદર ગયા બાદ ખબર પડી કે ઘરના નોકરોએ મોટી ચોરી કરી છે.તમને જણાવી દઈએ કે અશોક ચોપરાનું આખું ઘર ઓટોમેટિક હાઈ સિક્યોરિટી સિસ્ટમથી સજ્જ છે.તેમના ઘરના બહારથી અંદર સુધીના તમામ દરવાજા રિમોટથી ચાલે છે.આ સિવાય ઘરની અંદર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

પોલીસનું કહેવું છે કે અશોક ચોપરાની નાની દીકરીએ સૌથી પહેલા તેના પિતાના મિત્ર કેકે બિશ્નોઈને જાણ કરી હતી.ત્યારબાદ સ્થાનિક પોલીસને માહિતી મળી અને જોધપુર પોલીસ કમિશનર રવિદત્ત ગૌર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા.તેમણે ઘટનાની તમામ વિગતો મેળવી હતી.તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે નોકરોએ રાત્રે જમવા માટે ફ્રાઈડ રાઇસ બનાવ્યા હતા.જેમાં બેભાન થવાની દવા ભેળવવામાં આવી હતી.

નોકરોએ તેમની યોજનાના ભાગરૂપે અશોક ચોપરા અને તેમની નાની પુત્રી સાથે બંને ડ્રાઇવરોને તે ખોરાક ખવડાવ્યો.પરંતુ અશોક ચોપરાની 85 વર્ષીય માતા અને નાના ભાણીયાએ ભોજન લીધું ન હતું કારણ કે તે બંને રાત્રે સૂઈ ગયા હતા.અશોક ચોપરાની પત્ની કોઈ કામ માટે કોલકાતા અને મોટી દીકરી જેસલમેર ગઈ હતી.

લૂંટને અંજામ આપ્યા બાદ નોકરોએ ઘરમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને પરિવારના સભ્યોના તમામ ફોન ગેસ પર સળગાવી દીધા હતા.આ ઉપરાંત ચિકન અને દારૂ પણ પીધુ હતું.ત્યારબાદ ઘરની બહાર નીકળતી વખતે તેમણે રીમોટ કંટ્રોલ વડે મેઈન ગેટ બંધ કરી દીધો હતો અને તમામ વાહનોની ચાવી પોતાની સાથે લઈ લીધી હતી.

લૂંટનો તમામ સામાન ટાટા હેક્સા એસયુવી કારમાં ભરીને ચોરો નીકળી ગયા હતા.જ્યારે કાર નાગૌર રોડ પર નેત્રા ટોલ પરથી પસાર થઈ ત્યારે અશોક ચોપરાનાં પત્નીના મોબાઈલ ફોન પર ટોલ કપાતનો મેસેજ આવ્યો.જેના કારણે પોલીસને મહત્વની સુરાગ મળી કે તમામ આરોપીઓ નાગૌર તરફ ગયા છે.વિલંબ કર્યા વિના એક પોલીસ ટીમ નાગૌરના કુચામનમાં મોકલવામાં આવી.

જોધપુર પોલીસે આસપાસના તમામ રાજ્યોની પોલીસને એલર્ટ કરી દીધી હતી.કુચામન પોલીસને પશ્ચિમ બંગાળની નંબર પ્લેટવાળી એક ત્યજી દેવાયેલી કાર મળી આવી હતી.જેમાં બે લેપટોપ,બે મોબાઈલ ફોન,21 હજાર રોકડા,ત્રણ ઘડિયાળ અને એક સૂટકેસ મળી આવી હતી.જોધપુર છોડ્યા બાદ આરોપીએ કુચામનમાં એક નેપાળી પરિવારના ઘરે આશરો લીધો હતો જ્યાં બધાને ખાવાનું હતું અને લૂંટનો માલ ત્યાં જ રાખ્યો હતો અને ચાલ્યા ગયા હતા.

પોલીસે નેપાળી પરિવાર પાસેથી પ્લેટિનમ અને સોનાના દાગીના જપ્ત કર્યા છે.આશરો આપનાર પરિવારની અટકાયત કરી હતી.રિકવર કરાયેલી કારમાંથી પોલીસને એક વિઝિટિંગ કાર્ડ મળ્યું જે જુના વાહનોના ડીલરનું હતું.જેના પર વેપારીને બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી.તેણે કહ્યું કે ચાર લોકો આવ્યા હતા જેઓ જૂની કાર ખરીદવાની વાત કરી રહ્યા હતા.પોલીસને શંકા છે કે તમામ આરોપીઓ નાગૌરની નજીક ક્યાંક છુપાયેલા છે.પોલીસનો દાવો છે કે ટૂંક સમયમાં તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.