૯ વર્ષની દીકરીને દોઢ મહિનાથી છાતીમાં દુખાવો થતો હતો તો તપાસ કરતા જે નીકળ્યું તે જોઈને આખો પરિવાર અચંબિત થઇ ગયો… – GujjuKhabri

૯ વર્ષની દીકરીને દોઢ મહિનાથી છાતીમાં દુખાવો થતો હતો તો તપાસ કરતા જે નીકળ્યું તે જોઈને આખો પરિવાર અચંબિત થઇ ગયો…

પૃથ્વી પરના ભગવાન આપણા ડોક્ટરોને ગણવામાં આવે છે, આમ બધા જ લોકોને જયારે પણ કોઈ સમસ્યા થાય છે એટલે સીધા બધા જ લોકો હોસ્પિટલમાં જતા હોય છે અને ડોકટરો તેમની દવા કરીને તેમની માટે દેવદૂત બનતા હોય છે.

હાલમાં એક એવો જ કિસ્સો બન્યો છે જેમાં ૯ વર્ષની દીકરી માટે ડોક્ટર દેવદૂત બન્યા છે અને તેને થતો દુખાવો દૂર ર્ક્યો છે.રાજસ્થાનના જોધપુરમાં રહેતા એક પરિવારમાં ૯ વર્ષની દીકરીને છેલ્લા દોઢ મહિનાથી જમણા ભાગે દુખાવાને લીધે હેરાન થતી હતી.

આ દીકરીના પરિવારના લોકોએ જણાવ્યું કે દીકરીને સૂતી વખતે જમણી બાજુના ભાગે એક મોટી સોય ઘુસી ગઈ હતી. તો પરિવારના લોકો દીકરીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા.

પણ ત્યાં કઈ ખાસ ફરક નહતો પડ્યો એટલે તેઓ દીકરીને જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં દીકરીના એક્સરે અને સીટી સ્કેન કરવામાં આવ્યું ત્યાં તપાસમાં સોય હોવાનું જોવા મળ્યું હતું.

આમ આ સોય પાંચ સેમીની હતી અને ડોક્ટરોએ તેને ખુબ જ ધીરજથી એક કલાક સુધી ઓપરેશન કરીને બહાર કાઢી હતી.આમ સફર ઓપરેશન થઇ જતા પરિવારના લોકો ખુશ થઇ ગયા હતા અને હોસ્પિટલના સ્ટાફનો પણ આભાર માન્યો હતો. આમ આજે આ દીકરી સંપૂર્ણ સ્વસ્થ છે અને તેને થતો દુખાવો પણ દૂર થઇ ગયો હતો. આવી જ રીતે આપણી દુનિયામાં બધા જ લોકો માટે ડોકટરો દેવદૂત બનતા હોય છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.