૯૫ વર્ષના આ વૃદ્ધ દાદાએ ગામના લોકોને પડતી તકલીફ જોઈને પોતાના ખર્ચે કરી એવી મદદ કે આજે આખું ગામ દાદાના વખાણ કરે છે. – GujjuKhabri

૯૫ વર્ષના આ વૃદ્ધ દાદાએ ગામના લોકોને પડતી તકલીફ જોઈને પોતાના ખર્ચે કરી એવી મદદ કે આજે આખું ગામ દાદાના વખાણ કરે છે.

આપણે ઘણા લોકોને જોતા હોઈએ જે હંમેશા માટે મદદ કરવા માટે તૈયાર જ રહેતા હોય છે, આજે આપણે એક તેવા જ કિસ્સા વિષે વાત કરીશું, આ કિસ્સો વડનગર તાલુકાના ઉણાદમાંથી સામે આવ્યો હતો, આ ગામમાં રહેતા લોકોએ ત્રણ વખત બોર કરાવ્યા તો પણ ગામના લોકોને પાણી મળતું ન હતું, તેથી ગામના લોકોને ઘણી બધી સમસ્યાઓ ઉભી થતી હતી.

ગામના લોકોને પડતી તકલીફો જોઈને ગામમાં રહેતા કાંતિભાઈ મોહનભાઈ જોશી ગામના લોકોની મદદ માટે આગળ આવ્યા હતા, કાંતિભાઈની હાલમાં ૯૫ વર્ષ ઉંમર હતી, તો પણ આજે કાંતિભાઈ ગામના લોકોની મદદે આવ્યા હતા, કાંતિભાઈએ ગામના લોકોને સ્વખર્ચે બોર બનાવી આપ્યો હતો, તે બોરમાં ઘણું પાણી થતા ગામના લોકો તે જોઈને ખુબ જ ખુશ થઇ ગયા હતા.

કાંતિભાઈએ ગામમાં તેમના સ્વખર્ચે બોર કર્યો તો લોકોમાં આનંદ છવાઈ ગયો હતો, કાંતિભાઈએ બોર કરીને પાઈપ નાખી ગામના લોકોને પાણી પહોંચાડીને ગામના લોકોને પાણીની બધી જ સમસ્યાઓ દૂર કરી હતી, કાંતિભાઈના પત્ની અને તેમની દીકરીના મૃત્યુ પછી કાંતિભાઈએ સારા કાર્યો પાછળ પૈસા વાપર્યા તો તે જોઈને ગામના લોકોએ કાંતિભાઈનું સન્માન કર્યું હતું.

આ કિસ્સા વિષે વધુ જાણકારી મળતા જાણવા મળ્યું હતું કે ઉણાદ ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ખુબ જ તકલીફ પડતી હતી, તેથી ગામના લોકોએ ત્રણ બોરવેલ કર્યા તો પણ પાણી થયું ન હતું, આ વાતની જાણ ગામમાં રહેતા કાંતિભાઈ મોહનભાઈ જોશીને થઇ તો તરત જ કાંતિભાઈએ પોતાના ખર્ચે બોર કરાવ્યો,

તો તે બોરમાં પુષ્કળ પાણી થયું તો કાંતિભાઈએ બોરથી નવી પાઇપ ટાંકી સુધી નાખી આપી અને કાંતિભાઈના આ કાર્યને જોઈને ગામના લોકો ખુબ જ ખુશ થઇ ગયા અને તેમનું સન્માન કર્યું, કાંતિભાઈએ પણ વસંત પ્રભા હોસ્પિટલમાં અગાઉ મોટી રકમનું દાન કરીને માનવતા મહેકાવી છે.