૯૨ વર્ષના વૃદ્ધ દાદી સ્વતંત્રતા બાદ સરપંચ બની ગામના લોકોની સેવા કરી અને નિવૃત્તિ બાદ પોતાની બધી જ કરોડો રૂપિયાની સંપત્તિ દાનમાં આપીને વૃદ્ધાશ્રમમાં જઈને મોટો દાખલો બેસાડ્યો.
આજે આઝાદીના ૭૫ વર્ષ પુરા થયા છે એટલે આજે દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થઇ રહી છે, દેશભરમાં તિરંગા યાત્રા કાઢીને આઝાદીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ૯૨ વર્ષની ઉંમરના લક્ષ્મીબેન નરોત્તમભાઈ દાળીયા હાલમાં વેસુ વૃદ્વાશ્રમમાં રહીને પોતાના જીવનના દિવસો પસાર કરી રહ્યા હતા.
જયારે આઝાદી મળી પછી દેશમાં પહેલીવાર ૧૫ મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેની વાત કરતા જાણવા મળ્યું હતું કે વહેલી સવારે આખા ગામમાં પ્રભાતફેરી ફરી રહી હતી તેમાં લોકો દેશભક્તિના ગીતો ગાઈ રહ્યા હતા અને ગરબા પણ ગાવામાં આવ્યા હતા, સવારે રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રગીત અને ગરબા સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગામના લોકો અને મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લોકોને પતાસા વહેંચીને દૂધ પીવડાવવામાં આવ્યું હતું, આ વૃદ્ધ દાદીએ પણ આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. આઝાદી પછી આ વૃદ્ધ દાદીએ સરપંચ અને તલાટી બનીને લોકોની સેવા કરી હતી અને મારી પાસે કરોડો રૂપિયાની કિંમતની જમીનો હતી.
આ વૃદ્ધ દાદીને કોઈ સંતાન ન હતું તો તેમની બધી જ જમીનો અને મિલકત ટ્રસ્ટ અને મંદિરને દાનમાં આપીને સેવાનું કાર્ય કર્યું હતું, હાલના સમયમાં પણ આ વૃદ્ધ દાદી પાસે થોડીઘણી મિલકત હતી અને તેમાંથી હું લાખો રૂપિયાનું દાન મંદિરમાં પણ કરી હતી, ત્યારબાદ લક્ષ્મીબેનના ગામમાં સ્કૂલ ન હતી તો તેમને પોતાની જમીનમાં સ્કૂલ શરૂ કરી હતી.
લક્ષ્મીબેનને બાળમંદિરથી શરૂઆત કરી હતી. તે સમયે લક્ષ્મીબેન બાલમંદિરમાં આવતા બાળકોને જાતે નાસ્તો બનાવીને બાળકોને સ્કૂલમાં આપતા હતા અને ધીરે ધીરે સ્કૂલમાં ત્રીજું એમ કરીને આજે બારમા ધોરણ સુધીના કલાસો શાળામાં ચાલી રહ્યા હતા, લક્ષ્મીબેનને તેમની સ્કૂલનું નામ એલ એન્ડ બી દાળિયા રાખ્યું હતું.