૯૦ વર્ષના દાદીના ઘરની પરિસ્થિતિ વિષે ખજુરભાઈને જાણ થતા ખજુરભાઈ દાદીનો દીકરો બનીને પહોંચ્યા અને કરી એવી મદદ કે ૩૫ વર્ષ બાદ દાદી તેમના દિવ્યાંગ દીકરા સાથે નવા ઘરમાં દિવાળી મનાવશે….. – GujjuKhabri

૯૦ વર્ષના દાદીના ઘરની પરિસ્થિતિ વિષે ખજુરભાઈને જાણ થતા ખજુરભાઈ દાદીનો દીકરો બનીને પહોંચ્યા અને કરી એવી મદદ કે ૩૫ વર્ષ બાદ દાદી તેમના દિવ્યાંગ દીકરા સાથે નવા ઘરમાં દિવાળી મનાવશે…..

આપણે દરેક લોકો ખજુરભાઈને તો ઓળખીએ જ છીએ, ખજુરભાઈને દરેક લોકો ગરીબોના મસીહા માને છે, તેથી લોકો ખજુરભાઈનું નામ સાંભળતાની સાથે જ ખુબ ખુશ થઇ જતા હોય છે, ખજુરભાઈ આજે ગુજરાતના દરેક ઘરોમાં જાણીતા બન્યા છે, ખજુરભાઈ અત્યાર સુધી ઘણા ગરીબ પરિવારના વ્હારે આવીને તેમના મોટા ભાઈ બનીને સેવા કરી છે.

તેથી લોકો ખજુરભાઈના સેવાના કામને બિરદાવતા પણ હોય છે, હાલમાં પણ ખજુરભાઈનો એક વિડીયો સામે આવ્યો હતો, તે વાયરલ થયેલા વિડીયોમાં ખજુરભાઈએ એક પરિવારને નવું ઘર બનાવી આપતા જોવા મળ્યા હતા, હાલમાં ખજુરભાઈ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગોઘાબારી ગામમાં એક પરિવારની મદદ માટે પહોંચી ગયા હતા.

આ ગામમાં ૯૦ વર્ષના એક વૃદ્ધ દાદી તેમના ૪૦ વર્ષના એક દિવ્યાંગ દીકરા સાથે રહેતા હતા, દીકરો દિવ્યાંગ હતો એટલે ઘરમાં કોઈ કમાવનારૂ ન હતું અને ઘરની પરિસ્થિતિ પણ ખરાબ હતી એટલે ખજુરભાઈએ આ પરિવારના લોકોને રહેવા માટે નવું ઘર બનાવી આપવાનું કામ શરૂ હતું, માતા અને દીકરાની દિવાળી આ વર્ષે તેમના નવા ઘરમાં થશે.

૯૦ વર્ષના વૃદ્ધ દાદી અને તેમનો દિવ્યાંગ દીકરો તૂટેલા ઘરમાં રહેતા હતા તો ખજુરભાઈએ તાત્કાલિક જ તે પરિવારના લોકોની મદદ કરીને તેમને રહેવા માટે નવું ઘર બનાવી આપવાનું કામ શરૂ કર્યું અને તેની સાથે સાથે જમવાની અને કપડાંની પણ જરૂરિયાત પુરી કરી હતી,

ખરેખર ખજુરભાઈના આ સેવાના કામને જોઈને દરેક લોકો તેમની દરિયાદિલીને સલામ કરે છે, ૩૫ વર્ષ બાદ આ પરિવારના લોકો તેમના નવા ઘરમાં એકસાથે દિવાળીના તહેવારની ઉજવણી કરશે.