૮ માં ધોરણમાં ભણતી દીકરી શાળામાંથી સાયકલ લઈને ઘરે જતી હતી પણ બેલેન્સ બગડતા દીકરી ગટરમાં પડી ગઈ તો રાહત ટીમે બે કલાક રેસ્ક્યુ કરીને દીકરીને બહાર તો કાઢી પણ દીકરી મોત સામે હારી ગઈ… – GujjuKhabri

૮ માં ધોરણમાં ભણતી દીકરી શાળામાંથી સાયકલ લઈને ઘરે જતી હતી પણ બેલેન્સ બગડતા દીકરી ગટરમાં પડી ગઈ તો રાહત ટીમે બે કલાક રેસ્ક્યુ કરીને દીકરીને બહાર તો કાઢી પણ દીકરી મોત સામે હારી ગઈ…

હાલમાં ચોમાસુ ચાલુ રહ્યું છે અને આ સીઝનમાં ઘણા એવા દુઃખદ બનાવો બનતા જ રહેતા હોય છે, હાલમાં વિસનગરમાં એક એવો જ દુઃખદ બનાવ બન્યો છે જેમાં એક ૧૪ વર્ષની દીકરી સાયકલ લઈને ગટરમાં પડી ગઈ હતી અને તેનું સતત ૨ કલાક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.પણ દીકરી તેની જિંદગીની જંગ હારી ગઈ હતી. આ દીકરી શાળામાંથી ઘરે જતી હતી.આ બનાવ વિસનગરના શુકન હોટલ પાસે બન્યો છે, જ્યાં સાંજના સમયે વરસાદ આવતો હતો અને આ દીકરી સાયકલ લઈને નીકળી હતી.

તેનું નામ જીયા છે, તે શાળામાંથી ઘરે જતી હતી અને એ સમયે વરસાદને લીધે તેને સાયકલ પરથી કાબુ ગુમાવ્યો હતો અને એક ગટરમાં પડી ગઈ હતી. તો દીકરીએ બહાર આવવા માટે બુમા બૂમ પણ કરી દીધી હતી.તો સતત બે કલાક સુધી આ દીકરી ફસાઈ ગઈ હતી અને તેથી જ દીકરીને બહાર કાઢવા માટે ત્રણ JCB પણ આવી ગયા હતા. જ્યાં જુદી જુદી જગ્યાએ ખોદકામ પણ કરવામાં આવ્યા હતા અને ફાયર ટિમ પણ આવી ગઈ હતી.

આમ આ જગ્યાએ ઘણા લોકો પણ ભેગા થઇ ગયા હતા અને ભારે જહેમત બાદ જીયાને બહાર કાઢવામાં આવી હતી.પણ એ સમયે તેની હાલત ખરાબ હતી એટલે ૧૦૮ એમ્બ્યુલન્સમાં દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.ત્યાં તેની સારવાર કરવામાં આવી પણ દીકરી મોત સામે અંતે હારી જ ગઈ.

આમ આ ઘટના બન્યા પછી જયારે દીકરીના પરિવારના લોકોને ખબર પડી તો આખો પરિવાર દીકરીના આ સમાચાર સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો.