૮ દિવસથી દીકરી ગુમ હતી..ભાઈએ માનતા લીધી કે જો મારી બેન ૨૪ કલાકમાં મારા હાથમાં આવી જશે તો હું સૌથી પહેલા તેને કબરાઉ લઈને આવીશ અને થયો એવો ચમત્કાર કે. – GujjuKhabri

૮ દિવસથી દીકરી ગુમ હતી..ભાઈએ માનતા લીધી કે જો મારી બેન ૨૪ કલાકમાં મારા હાથમાં આવી જશે તો હું સૌથી પહેલા તેને કબરાઉ લઈને આવીશ અને થયો એવો ચમત્કાર કે.

માં મોગલના પરચા અપરંપાર છે, માં મોગલ નું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખ અને તકલીફ દૂર થઇ જતી હોય છે. માં ને યાદ કરોને માં પલમાં પોતાના ભકતોને મદદ કરવા માટે પહોંચી જાય છે. વિદેશોથી પણ લોકો અહીં માં મોગલની માનતા રાખવા માટે આવે છે.

માં મોગલ તો દયાળુ છે, માં મોગલના દરવાજેથી આજે કોઈપણ ભકત દુઃખી થઈને પાછો નથી આવ્યો.એક યુવક પોતાના હાથમાં ૭૫ હજાર રૂપિયા લઈને કબરાઉ પોતાની માનતા પુરી કરવા માટે આવ્યો હતો. યુવકે કહ્યું કે બાપુ મારા આ ૭૫ હજાર રૂપિયા સ્વીકારો.

બાપુ એ કહ્યું શેની માનતા હતી. તો યુવકે કહ્યું કે મારી મામાની દીકરી અચાનક જ ગુમ થઇ ગઈ હતી. અમે તેને શોધવા માટે બધું જ ખૂંદી વળ્યા હતા, પણ તેનો કોઈ આત્તો પત્તો ના લાગ્યો.

છેલ્લે બધા જ લોકો દીકરીને શોધતા શોધતા મુંબઈ પહોંચી ગયા. આમને આમ આઠ દિવસ વીતી ગયા હતા. પણ દીકરીનો કોઈ જાન ના થતા બધા લોકો થાકીને દરિયા કિનારે બેસ્યા હતા અને યુવકે માનતા લીધી કે જે મારી માં મોગલ અત્યારે ૧૦ વાગી રહયા છે કાલના ૧૦ વાગ્યા સુધી જો મને મારી બહેન સહી સલામત મળી જાય તો.

અમે સૌથી પહેલા તેને કબરાઉ લઈને આવીશું અને તમારા દર્શન કરાવીને જ તેને ઘરે લઇને જઈશું. કાલના ૧૦ તો વાગ્યા જ નહતા અને દીકરી મળી ગઈ. બધાની અણખે વિશ્વસ જ નહતો થઇ રહ્યો કે દીકરી મળી ગઈ. બાપુ એ દીકરીનું વચન લીધું કે તું હવે કયારેય ઘર છોડીને આવી રીતે ના જતી, આ ૭૫ હજાર રૂપિયા બહેનો અને ભાણેજને આપી દેજે.