૮૦ વર્ષના વૃદ્ધ દાદી છેલ્લા ૭ વર્ષથી ૬૦૦ કિલોમીટર બાઈક ચલાવીને રણુજામાં બિરાજમાન રામદેવપીરના દર્શન કરીને આર્શીવાદ લે છે…. – GujjuKhabri

૮૦ વર્ષના વૃદ્ધ દાદી છેલ્લા ૭ વર્ષથી ૬૦૦ કિલોમીટર બાઈક ચલાવીને રણુજામાં બિરાજમાન રામદેવપીરના દર્શન કરીને આર્શીવાદ લે છે….

દેશમાં મિત્રો નાના મોટા અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, ઘણા મંદિરો પોતાના ચમત્કારથી પણ ખુબ જ જાણીતા હોય છે, તેવા જ આજે આપણે એક મંદિરની વાત કરીશું, રણુજામાં આવેલા રામદેવપીરના મંદિરમાં ભાદરવા સુદ બીજના દિવસે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે.

ઘણા ભક્તો દર્શન માટે ચાલીને પણ આવતા હોય છે અને ઘણા ભક્તો દંડવત પ્રણામ કરીને પણ આવતા હોય છે, ઘણા ભક્તો પોતાની માનેલી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પણ આવતા હોય છે, આજે આપણે એક તેવા જ ૮૦ વર્ષના વૃદ્ધ દાદી વિષે વાત કરીશું, આ દાદી રામદેવપીરના ભક્ત હતા અને આ દાદીને રામદેવપીરમાં અતૂટ શ્રદ્ધા રહેલી છે.

તેથી ૮૦ વર્ષના વૃદ્ધ દાદી મધ્યપ્રદેશથી છેક રણુજા જાતે ૬૦૦ કિલોમીટર બાઈક ચલાવીને છેલ્લા સાત વર્ષથી રણુજા રામદેવપીરના દર્શને આવે છે અને તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરે છે, આ વૃદ્ધ દાદી માત્ર ત્રણ દિવસમાં જ ૬૦૦ કિલોમીટર અંતર કાપીને રામદેવપીરના દર્શને પહોંચે છે, પેલી કહેવતને આ દાદીએ આજે સાબિત કરીને બતાવી હતી કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો.

આ દાદી ઘરેથી જાતે જ એકલા બાઈક લઈને રણુજામાં બિરાજમાન રામદેવપીરના દર્શન માટે નીકળી પડે છે અને તેમના દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરતા હોય છે, નવાઈની વાત તો એ છે કે ૮૦ વર્ષની ઉંમરમાં પણ આ વૃદ્ધ દાદી આજે ૬૦૦ કિલોમીટર એકલા બાઈક ચલાવીને રામદેવપીરના દર્શને આવે છે, આથી આ વૃદ્ધ દાદી રામદેવપીરના દર્શન કરીને તેમની માનેલી મનોકામના પુરી કરે છે.