૮૦૦૦ વર્ષ જુના દ્રોણેશ્વર મહાદેવના આ મંદિરમાં સ્વંયમભુ મહાદેવના દર્શન માત્રથી જ ભક્તોની માનેલી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. – GujjuKhabri

૮૦૦૦ વર્ષ જુના દ્રોણેશ્વર મહાદેવના આ મંદિરમાં સ્વંયમભુ મહાદેવના દર્શન માત્રથી જ ભક્તોની માનેલી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ગુજરાતમાં મિત્રો ઘણા બધા દેવી દેવતાઓના નાના મોટા મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરતા હોય છે, હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે ભક્તો મહાદેવના મંદિરમાં મોટી સંખ્યામાં મહાદેવના દર્શન કરવા માટે જતા હોય છે.

આજે આપણે એક તેવા જ ભગવાન મહાદેવના મંદિર વિષે વાત કરીશું, આ મંદિરમાં આજે પણ દ્રોણેશ્વર મહાદેવ સાક્ષાત બિરાજમાન છે, આ મંદિરની માન્યતા વિષે એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં બિરાજમાન નંદીના મુખમાંથી સતત જલધારા વહ્યા કરે છે, દ્રોણેશ્વર મહાદેવના મંદિરમાં દર્શને આવતા ભક્તોને મહાદેવએ ઘણા પરચા પૂર્યા છે.

દ્રોણેશ્વર મહાદેવનું મંદિર આશરે ૮૦૦૦ વર્ષ જૂનું માનવામાં આવે છે, આ મંદિરમાં થઇ રહેલા ચમત્કાર વિષે આજ સુધી કોઈ જાણી શક્યું નથી, દ્રોણેશ્વર મહાદેવનું આ મંદિર સાસણગીરમાં મચ્છુ નદીના કિનારે આવેલું છે, દ્રોણેશ્વર મહાદેવના મંદિરમાં સ્વંયમભુ ભગવાન મહાદેવ બિરાજમાન છે, તેથી ભક્તો શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભગવાન મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે.

આ મંદિરમાં આજે પણ નંદીના મુખમાંથી સ્વંયમભુ જલધારા વહે છે, આ ચમત્કાર વિષે અત્યાર સુધી કોઈને ખબર નથી, મંદિરમાં બિરાજમાન દ્રોણેશ્વર મહાદેવના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે અને ભક્તોની માનેલી બધી જ મનોકામનાઓ દ્રોણેશ્વર મહાદેવ પુરી કરીને ભક્તોનું જીવન ખુશીઓ ભરી દે છે.