૭ વર્ષ પહેલા માતા-પિતાએ છોડી દીધેલા યુવકને રાજકોટના આ દંપતીએ દત્તક લીધો અને હવે યુવકને માતા-પિતાની હૂંફ મળશે… – GujjuKhabri

૭ વર્ષ પહેલા માતા-પિતાએ છોડી દીધેલા યુવકને રાજકોટના આ દંપતીએ દત્તક લીધો અને હવે યુવકને માતા-પિતાની હૂંફ મળશે…

બધા જ દંપતીઓને તેમના જીવનમાં તેમના બાળકો સૌથી વહાલા હોય છે અને બાળકોની બધી જ જરૂરિયાતો તેમના માતા-પિતા પુરી કરતા હોય છે. પણ જે બાળકો અનાથ હોય છે તેઓને તેમના માતા-પિતાની હૂંફ અને પ્રેમ નથી મળતો પણ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે.

જેમાં રાજકોટના એક દંપતીએ એક અનાથ બાળકના માતા-પિતા બનીને સમાજને એક નવી દિશા આપી છે.વાપી રેલવે ટ્રક પર સાત વર્ષ પહેલા એક બાળકને તેના માતા-પિતાએ છોડી દીધો હતો તો તે બાળક રેલવે પોલીસને મળ્યો હતો.

તો તેને બાલ ગૃહમાં રાખવામાં આવ્યો હતો અને તેના માતા-પિતાની શોધખોળ કરી હતી. પણ તેમના માતા-પિતા નહતા મળ્યા, આ બાળકનું નામ કુલદીપ છે. હાલમાં કુલદીપને તેના નવા માતા-પિતા મળ્યા છે.

આજે કુલદીપ ૧૨ વર્ષનો થયો છે અને તેને દત્તક લેવા માટે રાજકોટનું એક દંપતી આગળ આવ્યું છે, આ દંપતીએ કુલદીપે દત્તક લેવાની બધી જ પ્રોસેસ પુરી કરી તો આ બાળકનું નસીબ ચમકી ગયું હતું. જયારે આ દંપતી કુલદીપને લઈને ત્યાંથી નીકળ્યા તો ત્યાં હાજર બધા જ લોકોની આંખોમાં આંસુ આવી જ ગયા હતા. આમ કુલદીપે તેના નવા માતા-પિતા સાથે તેની નવી જિંદગી ચાલુ કરી હતી.

કુલદીપ વલસાડના ધરાસણામાં આવેલા બાળ ગૃહમાં રહેતો હતો અને ત્યારબાદ તેને આ નવા માતા-પિતા મળ્યા તો તે ખુશ થઇ ગયો હતો. આમ આ માતા-પિતાને પણ બાળક મળતા તેઓ ખુબ જ ખુશ થઇ ગયા હતા. એવામાં અહીંયા હાજર બાળકો પણ રડવા લાગ્યા હતા.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.