૭ મહિનાની નિર્દોષ દીકરીનું મૃત્યુ થઇ જતા આખું ગામ હીબકે ચડ્યું, જમીન માટે ખેલાયો ખેલ. – GujjuKhabri

૭ મહિનાની નિર્દોષ દીકરીનું મૃત્યુ થઇ જતા આખું ગામ હીબકે ચડ્યું, જમીન માટે ખેલાયો ખેલ.

અત્યારના સમયમાં લોકો દિવસે દિવસે એટલા બધા લાલચી બની ગયા છે કે તેમાં લોકો પોતાના સબંધોની મર્યાદા પર ભૂલી જતા હોય છે અને લાલચમાં આવીને ગમે તે કરી બેસતા હોય છે, હાલમાં એક તેવી જ કાળજું કંપાવી દે તેવી ઘટના હાલ રાજસ્થાનમાંથી સામે આવી હતી, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે જમીન મુદ્દે એક માસુમ દીકરીનું મૃત્યુ થઇ જતા આખા વિસ્તારમાં જાણે માતમ છવાઈ ગયો હોય.

તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું, છે. આ ઘટના રાજસ્થાનના દૌસા જિલ્લાના નાંનદેરા ગામમાંથી સામે આવી હતી, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે બે પક્ષો વચ્ચે જમીન બાબતે ઝઘડો થયો તો ત્યાંના આજુબાજુના લોકોએ તેમને સમજાવ્યા તો મામલો થોડો ઠંડો પડ્યો અને એવામાં ફરી મહિલાઓ વચ્ચે બોલાચાલી થતા ઝગડો ફરી ચાલુ થયો.

જે સમયે ઝઘડો થઇ રહ્યો હતો તે સમયે ગૌરી નામની સાત મહિનાની દીકરી તેના દાદીના ખોળામાં હતી અને તે સમયે અચાનક જ કોઈએ દાદીને ધક્કો માર્યો તો દાદી પોતાની પૌત્રીને લઈને નીચે પડી ગયા, નીચે પડતાની સાથે જ દીકરીનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઇ ગયું તો બધા લોકો ચોકી ઞામ ત્યારબાદ તરત જ ઘટનાસ્થળ પર પોલીસ આવી અને આ ઘટનાની તપાસ કરવાની શરૂ કરી.

આ ઘટના સર્જાતા દાદીને ગંભીર ઈજાઓ પહોંચી હતી એટલે તેમને પણ તરત જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, સાત મહિનાની દીકરીના મૃત્યુ બાદ આખા ગામમાં જાણે શોકના વાદળો છવાઈ ગયા હોય તેવો માહોલ સર્જાઈ ગયો હતો, ત્યારબાદ દીકરીના પરિવારના લોકોએ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તો પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી.