૬ વર્ષની દીકરીનું બીમારીને લીધે બ્રેઇનડેડ થતા પરિવારે દીકરીના અંગોનું દાન કરીને બીજા પાંચ લોકોને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી. – GujjuKhabri

૬ વર્ષની દીકરીનું બીમારીને લીધે બ્રેઇનડેડ થતા પરિવારે દીકરીના અંગોનું દાન કરીને બીજા પાંચ લોકોને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી.

આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે તેમના અંગોનું દાન કરીને બીજા લોકોને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવતા હોય છે, દરેક લોકો જાણે જ છે કે અંગદાનને સૌથી મહત્વનું દાન ગણવામાં આવે છે, તેથી આજે આપણે એક તેવા જ અંગદાનના કિસ્સા વિષે વાત કરીશું, આ કિસ્સો જાણીને દરેક લોકો ભાવુક થઇ ગયા હતા.

આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે માત્ર છ વર્ષની બાળકીએ પાંચ લોકોને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી છે, છ વર્ષની બાળકી બીમાર પડી તો ડોકટરોએ બાળકીને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા તો પણ બાળકી સ્વસ્થ ના થઇ એટલે ડોકટરોએ બાળકીને બ્રેઇનડેડ જાહેર કરી હતી.

આ બાળકીને બ્રેઈનડેડ જાહેર કર્યા પછી હોસ્પિટલના ડૉક્ટર દીપક ગુપ્તાએ બાળકીના માતા પિતાને મળ્યા અને તેમને અંગદાન વિશેની વાત કરી. આ બાળકીનું નામ રોલી હતું, જો રોલીના અંગોનું દાન કરવામાં આવે તો બીજા અન્ય બાળકોને નવું જીવનદાન મળી શકે, ત્યારબાદ રોલીના માતા-પિતા રોલીના અંગોનું દાન કરવા માટે તૈયાર થયા.

રોલીનું લિવર, કિડની, કોર્નિયા અને હાર્ટ વાલ્વ જેવા પાંચ અંગોનું દાન કરીને રોલીના પરિવારના લોકોએ માનવતા મહેકાવી હતી, રોલીના પિતાનું નામ હરિનારાયણ પ્રજાપતિ હતું, હરિનારાયણ વ્યવસાયે દરજી હતા, તેથી હરિનારાયણએ જણાવ્યું હતું કે હવે અમારી દીકરી આ દુનિયામાં રહી નથી તેથી તેના અંગોના કારણે જરૂરિયાતમંદ બાળકોને નવું જીવનદાન તો મળશે.

તેથી હરિનારાયણ અને તેમના પરિવારના લોકોએ રોલીના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું, રોલીના અંગદાનના નિર્ણયથી હોસ્પિટલના દરેક ડોકટરોએ રોલીના માતા પિતાના વખાણ કરીને તેમનો આભાર માન્યો હતો.