૬૮ વર્ષ પછી પરિવારમાં દીકરીઓનો જન્મ થતા પરિવારના લોકોએ દીકરીનું વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરીને દીકરીને વધાવી લીધી. – GujjuKhabri

૬૮ વર્ષ પછી પરિવારમાં દીકરીઓનો જન્મ થતા પરિવારના લોકોએ દીકરીનું વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરીને દીકરીને વધાવી લીધી.

આપણે ઘણા કિસ્સાઓ બનતા જોતા હોઈએ છીએ, જયારે પરિવારમાં બાળકનો જન્મ થાય એટલે આખા પરિવારમાં ખુબ જ ખુશીઓ છવાઈ ગઈ હતી, ઘણા એવા પણ પરિવાર હોય છે જ્યાં પરિવારમાં દીકરીનો જન્મ થાય એટલે લોકો દીકરીઓને ક્યાંય છોડી પણ દેતા હોય છે, તેના કારણે ઘણા બાળકો પોતાનો જીવ ગુમાવતા હોય છે.

ઘણા એવા પણ પરિવાર હોય છે જ્યાં દીકરીનો જન્મ થાય એટલે આખા પરિવારમાં ખુશીઓ છવાઈ જતી હોય છે અને જયારે દીકરી પહેલીવાર ઘરે આવે એટલે દીકરીનું વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવે છે, આજે આપણે એક તેવા જ પરિવાર વિષે વાત કરીશું, આ પરિવારમાં ૬૮ વર્ષ પછી દીકરીનો જન્મ થતા આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી.

૬૮ વર્ષ પછી દીકરીનો જન્મ થતા ઘરને મહેલની જેમ શણગારીને દીકરીનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, આ ઘટના મથુરાના વૃંદાવનમાંથી સામે આવી હતી, આ પરિવારમાં ૬૮ વર્ષ પછી દીકરીઓનો જન્મ થયો એટલે પરિવારમાં જાણે કોઈના લગ્ન હોય તેવું લાગતું હતું, દીકરીને જે ગાડીમાં બેસાડીને ઘરે લાવ્યા તે ગાડીને પણ ફૂલથી શણગારવામાં આવી હતી.

દીકરી જેવી ઘરે પહોંચીને ગાડીમાંથી ઉતરી તે સમયે ઢોલ નગારાં વગાડીને ફટાકડા ફોડીને દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, પરિવારના લોકો દીકરીને લક્ષ્મીજીનું સ્વરૂપ માને છે એટલે દીકરીનું વાજતે ગાજતે ધામધૂમથી ભવ્ય સ્વાગત કર્યું હતું, દીકરીએ જયારે ઘરમાં પ્રવેશ કર્યો તે સમયે દીકરીના કુમકુમ પગલાં પડાવીને પરિવારના લોકોએ દીકરો દીકરી એક સમાનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.