૫ વર્ષની ધ્યાની તેની માતા અને દાદા સાથે બાઈક પર જતી હતી પણ રસ્તામાં એક બસની ટક્કર થઇ જતા માતાની આંખો સામે જ દીકરીએ હંમેશા માટે આંખો મીંચી દીધી…

રોજે રોજ માર્ગ અકસ્માતના બનાવો વધતા જઈ રહ્યા છે અને તેમાં પણ કેટલાય લોકોના મૃત્યુ થઇ જતા હોય છે. હાલમાં ગુજરાતમાં એક પણ દિવસ એવો ના ગયો હોય કે એ દિવસે અકસ્માત ના થયો હોય, સાથે આવા બનાવોમાં કેટલાય લોકો અને પરિવારો પણ એક સાથે ઉજડી જતા હોય છે.

હાલમાં એવો જ એક દુઃખદ બનાવ ભરૂચ દહેજ બાયપાસ રોડ પર બન્યો છે.મહેશભાઈ ભોલાવથી તેમની પુત્રવધુ ડિમ્પુબેન અને તેમની પાંચ વર્ષની દીકરી ધ્યાની ત્રણેય બાઈક પર શ્રાવણ ચોકડી જતા હતા.

એવામાં તેઓ મઢુલી સર્કલ પાસે પહોંચ્યા હતા અને એ સમયે એક લક્ઝરી બસે તેમને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણેય લોકો નીચે પડી ગયા હતા અને ધ્યાનીને વધારે ઈજાઓ પહોંચી હતી.

તેને વધારે ઈજાઓ પહોંચવાથી તેનું મૃત્યુ થઇ ગયું હતું, આમ દાદા અને દીકરીની માતાને પણ ઈજાઓ પહોંચી હતી તો તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર પણ ચાલુ કરવામાં આવી હતી. આમ માતાની આંખો સામે જ દીકરીનું મૃત્યુ થઇ જતા માતાની આંખોમાં આંસુ સુકાતા જ નહતા.

સાથે આ ઘટના વિષે પરિવારના અને ગામના લોકોને જાણ થઇ જતા બધા જ લોકો ઘટના સ્થળે આવી ગયા હતા અને આ દુઃખદ ઘટના જોઈને બધા જ લોકો દુઃખી પણ થઇ ગયા હતા. આમ આ ઘટના પછી તેનું દુઃખ બધા જ લોકોને થયું હતું અને તેથી જ ગામમાં પણ માતમ છવાઈ ગયો હતો.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Similar Posts