૫૯ વર્ષના જજ સાહેબને તેમનાથી ૯ વર્ષ નાની મહિલા વકીલ સાથે પ્રેમ થઇ જતા બંનેએ એકબીજા સાથે લગ્ન કરીને તેમના નવા દામ્પત્ય જીવનની શરૂઆત કરી.
આપણે બધા લોકો જાણીએ છીએ કે પ્રેમ કરવા માટે ઉંમર મહત્વની નથી હોતી, પ્રેમ કોઈ પણ ઉંમરમાં કોઈ પણ વ્યક્તિ સાથે થઇ જાય છે, તેથી દરેક લોકો પ્રેમને આંધળો કહે છે, હાલમાં એક તેવો જ પ્રેમનો કિસ્સો ઝારખંડના ગોંડથી સામે આવ્યો હતો, આ પ્રેમ કહાની વિષે જાણીને તમે પણ ચોકી ઉઠશો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ૫૯ વર્ષના એક જજ સાહેબને એક મહિલા વકીલ સાથે પ્રેમ થઇ ગયો હતો.
૫૯ વર્ષના જજ સાહેબનું નામ શિવપાલ સિંહ હતું અને મહિલા વકીલનું નામ નૂતન હતું, ૫૮૯ વર્ષના જજ સાહેબને તેમનાથી નવ વર્ષ નાની મહિલા વકીલ સાથે પ્રેમ થઇ ગયો હતો, બંને વકીલને એકબીજા સાથે ગાઢ પ્રેમ થઇ ગયો હતો એટલે બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, ત્યારબાદ બંનેએ આ વાત તેમના બાળકોને જણાવી.
તો બંનેના બાળકો પણ આ લગ્ન માટે માની ગયા હતા, તે પછી શિવપાલભાઈએ અને નૂતનબેનને મંદિરમાં લગ્ન કરીને દરેક લોકોને ચોંકાવી દીધા હતા, જજ સાહેબ વિષે માહિતી મળતા જાણવા મળ્યું હતું કે તેમની પત્નીનું મૃત્યુ થઇ જતા તે એકલા પડી ગયા હતા અને તેમને સંતાનમાં બે દીકરાઓ હતા, નૂતનબેનના પતિનું પણ મૃત્યુ થઇ ગયું હતું.
તેથી તે પણ તેમનું જીવન એકલવાયું જીવી રહ્યા હતા અને તેમને પણ સંતાનમાં એક દીકરો હતો, તેથી નૂતનબેનને તેમની પચાસ વર્ષની ઉંમરમાં જજનો સાથ મળતા તેમને જજ સાથે લગ્ન કરીને તેમના નવા દામ્પત્ય જીવનની શરૂઆત કરી હતી,
બંનેના દીકરાઓએ શિવપાલ અને નૂતનને લગ્ન માટે રજા આપી દીધી તો બંનેએ એકબીજા સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા. આથી આ દંપતીએ તે વાતને સાચી સાબિત કરીને બતાવી કે પ્રેમ કરવા માટે ઉંમર મહત્વની નથી હોતી.