૪ વર્ષના ભાઈને બચાવવા માટે સાતેય બહેનોએ લોકો પાસે મદદ માંગીને ૨ કરોડ રૂપિયા ભેગા કર્યા પણ ભગવાનને કઈંક બીજું જ મંજુર હતું…. – GujjuKhabri

૪ વર્ષના ભાઈને બચાવવા માટે સાતેય બહેનોએ લોકો પાસે મદદ માંગીને ૨ કરોડ રૂપિયા ભેગા કર્યા પણ ભગવાનને કઈંક બીજું જ મંજુર હતું….

દરેક માતાપિતાને તેમના બાળકો ખુબ જ વ્હાલા હોય છે, તેથી માતાપિતા પોતાના બાળકોની ઈચ્છાઓ પુરી કરવા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે પણ આજે ઘણા પરિવારના બાળકો અનાથ હોય છે, અનાથ બાળકોને જેટલું દુઃખ હોય છે તેટલું દુઃખ બીજા કોઈને પણ થતું નથી. તેવા જ આજે આપણે એક દુઃખદ બનાવ વિષે વાત કરીશું.

આ કિસ્સો રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે જ્યાં એક પરિવારની સાત બહેનો જેમની ઉંમર ૨૦ વર્ષ સુધીની જ છે, સાત બહેનોના માતાપિતા નું મૃત્યુ થોડા દિવસ પહેલા જ થઇ ગયું હતું. આ બહેનોનો ચાર વર્ષનો ભાઈ પણ હોસ્પિટલમાં હતો અને આજે તેનું પણ મૃત્યુ થઇ જતા બહેનો ખુબ જ દુઃખી થઇ ગઈ હતી.

આજે પણ આ બહેનોની આંખમાંથી આંસુ સુકાઈ રહ્યા ન હતા, આ બનાવની વધુ જાણકારી મળતા જાણવા મળ્યું હતું કે બાડમેરના સિંધરી વિસ્તારમાં એક માર્ગ અકસ્માત બન્યો હતો તેમાં ખેમારામનું અને તેમના પત્ની કુકુ દેવીનું મૃત્યુ થઇ ગયું હતું, આ પરિવારના લોકો મોટી દીકરી સાથે છોકરો જોવા માટે જતા હતા પણ રસ્તામાં બન્યો એવો બનાવ કે ત્યાં પહોંચે તેની પહેલા જ આ અકસ્માત સર્જાઈ ગયો હતો.

આ અકસ્માતમાં ચાર વર્ષનો દીકરો દેશરાજ પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો એટલે તેને તાત્કાલિક જ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, આ અકસ્માતમાં માતા-પિતાનું મૃત્યુ થઇ જતા તેમના મૃતદેહને તેમના વતને લાવવામાં આવ્યો તો તે દ્રશ્યો જોઈને આખું ગામ હીબકે ચડ્યું હતું. ચાર વર્ષના દીકરાની પણ હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી.

તે માટે લોકોએ પૈસા પણ ભેગા કરવાનું શરૂ કર્યું હતું, માત્ર પાંચ જ દિવસમાં બે કરોડ કરતા પણ વધારે રકમ જમા થઇ ગઈ હતી. આ સાતેય બહેનોએ પૈસા તો ભેગા કર્યા પણ ત્યાં સુધી ચાર વર્ષનો દેશરાજ દુનિયાને છોડીને ચાલ્યો ગયો તો આ બહેનો આજે એકલી પડી ગઈ અને આજે પણ બહેનો માતાપિતા અને ભાઈને યાદ કરીને ચોધારા આંસુએ રડી રહી છે.