૩ વર્ષના દીકરાની સામે જ પિતા અને તેના મોટા ભાઈનું મૃત્યુ થઇ ગયું તો દીકરો પપ્પા પપ્પા કહીને રસ્તા વચ્ચે રડતો હતો, તો આ દ્રશ્યો જોઇને દરેક લોકોની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.
રોજબરોજ ઘણા અવનવા દુઃખદ કિસ્સાઓ બનતા હોય છે, ઘણા કિસ્સાઓ તો એવા બનતા હોય છે કે તે જાણીને દરેક લોકો દુઃખી થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાંથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ત્રણ વર્ષના બાળકની નજરની સામે જ તેના પિતા અને નાના ભાઈનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું.
આ અકસ્માતમાં માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી એટલે તેમને સારવાર માટે તાત્કાલિક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આ બનાવની વધારે જાણકારી મળતા જાણવા મળ્યું હતું કે આ ઘટના શનિવારના રોજ મોડી રાત્રે ખંડવા-બુરહાનપુર બોર્ડર પર આવેલા પીપલોદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું હતું.
એક યુવક બાઈક પર તેની પત્નીને પરીક્ષા આપીને બંને બાળકો સાથે ઘરે પરત આવી રહ્યો હતો અને અચાનક જ તે સમય દરમિયાન કોઈ અજાણ્યા વાહન સાથે બાઇકની ટક્કર થઇ જવાથી ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાઈ ગયો હતો, આ અકસ્માત એટલો ગંભીર રીતે સર્જાયો હતો કે યુવકનું અને એક બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું.
આ અકસ્માતની જાણ ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસને કરી તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઇ અને બધી તપાસ કરીને બાળકને અને માતાને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આ અકસ્માતની જાણ પરિવારના લોકોને થઇ તો તરત જ આખો પરિવાર ઘટનાસ્થળે આવી ગયો અને આ અકસ્માતમાં મૃત્યુ થયેલા લોકોને જોઈને પરિવારના દરેક લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.